કોહલી T20 વર્લ્ડ કપ રમશે કે નહીં? હરભજને દરેક સમાચાર પર પૂર્ણવિરામ મૂકીને કરી મોટી ભવિષ્યવાણી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Cricket News: વિરાટ કોહલીના કરોડો ચાહકો હાલમાં ટેન્શનમાં છે. કારણ કે કોહલી વિશે એક સમાચાર સામે આવતા જ બધા ચાહકો ચિંતીત થઈ ગયા છે. ભલે ગમે તે ફોર્મેટ હોય. વિરાટે દરેક ફોર્મેટમાં રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમી છે. હવે ટીમનું ધ્યાન જૂનમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ 2024 પર છે અને વિરાટ કોહલીના વર્લ્ડ કપ ટીમમાંથી બહાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

 

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોહલી યુએસએની પીચો પર ટીમ ઈન્ડિયા માટે અસરકારક સાબિત નહીં થાય, જેના કારણે તેને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે આવા સમાચાર પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને મોટી ભવિષ્યવાણી પણ કરી દીધી છે.

કોહલીના કમબેક પર ભજ્જીનું નિવેદન

હરભજન સિંહે વિરાટ કોહલીના કમબેક અંગે ચર્ચા કરી હતી. તેણે કહ્યું, ‘જ્યારે વિરાટ કોહલી મેદાન પર પાછો ફરશે, ત્યારે તમે તેનામાં ખૂબ જ એનર્જી જોશો. કોહલી 10 વર્ષ પહેલા રમતો એવી જ સ્ટાઈલમાં જોવા મળશે. હું જાણું છું કે વિરાટને ક્રિકેટ સૌથી વધુ પ્રિય છે.

જો કે તેનાથી આગળ તેનો પરિવાર છે. તેણે પોતાના પરિવારને સમય આપ્યો. તેઓ ટી-20 વર્લ્ડ કપમાં કંઈક શાનદાર પ્રદર્શન કરવાનો છે. તે શાનદાર ફોર્મમાં આવીને વર્લ્ડ કપ જીતાડી પણ શકે છે. કોહલી તાજેતરમાં ક્રિકેટ રમ્યો નથી પરંતુ તેનું કમબેક હંમેશા શાનદાર રહ્યું છે. આશા છે કે તે કંઈક મોટું લઈને આવશે અને દેશને આનંદ અપાવશે.

આરસીબીના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા

હરભજને IPL 2024 અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘RCBના ચાહકો કોહલીના પુનરાગમનની અપેક્ષા રાખતા હશે. તે લાંબા સમયથી ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા. ભારત પણ ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. જૂનમાં ટી20 વર્લ્ડ કપ યોજાશે, એવી આશા છે કે ભારત આ વખતે લોકોની આશા પુરી કરશે. રોહિત, વિરાટ અને અન્ય ખેલાડીઓ મહેનત કરીને ટ્રોફી આપણા ભારતને અપાવશે.

સોનાના ભાવમાં તોતિંગ વધારો તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જુઓ આજે એક તોલું લેવું હોય તો કેટલા ખર્ચવા પડશે!!

કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!

અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની પુરી રીતે કાયાપલટ થઈ જશે, જાણો કેટલું મોટું પરિવર્તન આવશે ?

વિરાટ લાંબા બ્રેક પર રહ્યો

વિરાટ કોહલીએ હાલમાં જ લાંબો બ્રેક લીધો હતો. તેઓ બીજી વખત પિતા બન્યા, તેમની પત્ની અનુષ્કા શર્માએ પુત્ર અકાયને જન્મ આપ્યો. વિરાટે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જાન્યુઆરીમાં તેણે અફઘાનિસ્તાન સામે બે T20 મેચ રમી હતી. હવે જોવાનું એ રહે છે કે 22 માર્ચે IPLની પ્રથમ મેચમાં વિરાટ વાપસી કરે છે કે નહીં.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly