2023 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી અગ્નિપરીક્ષા, આ ખતરનાક દેશ સામે થશે 5 મેચની ટેસ્ટ શ્રેણી

Desk Editor
By Desk Editor
Share this Article

IND vs ENG:  2023ના વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને સૌથી મોટી કસોટીનો સામનો કરવો પડશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તારીખ 25મી જાન્યુઆરી, 2024થી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો ભાગ હશે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની યજમાની માટે હૈદરાબાદ (25-29 જાન્યુઆરી), વિશાખાપટ્ટનમ (2-6 ફેબુ્રઆરી), રાજકોટ (15-19 ફેબુ્રઆરી), રાંચી (23-27 ફેબુ્રઆરી) અને ધરમશાલા (7-11 માર્ચ)ની પસંદગી કરવામાં આવી છે.

 

2023ના વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી પરીક્ષા

સમયસર મેદાન ન મળવાને કારણે આ વર્ષે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મેચનું આયોજન ચૂકી ગયા બાદ ધરમશાલાને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની યજમાની માટે પસંદ કરવામાં આવી છે. આઈપીએલ 2024ની શરૂઆત ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ થશે, જેમાં ત્રણ સપ્તાહનું અંતર રહેશે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની શ્રેણી ભારતને વર્લ્ડ કપ અગાઉ તેની તૈયારીને આખરી ઓપ આપવાની તક આપશે. આ ઉપરાંત ટીમ 2023-24ની ડોમેસ્ટિક સિઝનમાં ઈંગ્લેન્ડ સામે આઠ ટી-20 ઈન્ટરનેશનલ અને પાંચ ટેસ્ટ પણ રમશે.

આ ખતરનાક દેશ સામે થશે 5 મેચની ટેસ્ટ સિરીઝ

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે તારીખ 22મી સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે, જ્યારે ઈન્દોર અને રાજકોટ અનુક્રમે 24 અને 27મી સપ્ટેમ્બરે બાકીની બંને મેચોની યજમાની કરશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે સંકેત આપ્યા હતા કે, વર્લ્ડ કપની મેચોની યજમાનીની રેસમાં પાછળ રહી ગયેલા મોહાલી, નાગપુર, રાજકોટ, ઈન્દોર, તિરુવનંતપુરમ જેવા સ્થળોને ડોમેસ્ટિક સિઝન દરમિયાન વળતર આપવામાં આવશે અને તેઓ ઓછામાં ઓછી બે મેચોનું આયોજન કરી શકશે.

 

 

BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

બીસીસીઆઇ ચાલુ સપ્તાહે જ મીડિયા રાઈટ્સના ટેન્ડરની જાહેરાત કરે તેવી શક્યતા છે અને આ કારણે કાર્યક્રમની જાહેરાત કરવી જરૂરી બની હતી. ઘરઆંગણે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વર્લ્ડ કપ બાદ ભારત ડોમેસ્ટિક સિઝનમાં વન ડેમાં રમવાનું નથી. ભારત આવતા વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનું છે, ત્યારે હાર્દિક પંડયાની આગેવાની હેઠળની ટીમ ડોમેસ્ટિક સિઝનમાં આઠ ટી-20 મેચ રમશે. ટીમ ઈન્ડિયા વન ડે વર્લ્ડકપના એક સપ્તાહ બાદ ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી-20 મેચ રમશે અને ત્યાર બાદ જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સામે ત્રણ ટી-20 મેચ રમશે. અફઘાનિસ્તાને 2018માં ભારતમાં ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તેમની મર્યાદિત ઓવરોની ટીમ ભારતમાં પ્રથમ વખત શ્રેણી રમશે.

 

વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે

IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન

હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટ : 25-29 જાન્યુઆરી (હૈદરાબાદ)

બીજી ટેસ્ટઃ 2-6 ફેબ્રુઆરી (વિશાખાપટ્ટનમ)

ત્રીજી ટેસ્ટઃ 15-19 ફેબ્રુઆરી (રાજકોટ)

ચોથી ટેસ્ટઃ 23-27 ફેબ્રુઆરી (રાંચી)

પાંચમી ટેસ્ટ : 3-7 માર્ચ (ધર્મશાલા)

 

 


Share this Article