Cricket News: ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત માટે સિરાજે 9 ઓવરમાં 15 રન આપ્યા અને 6 વિકેટ લીધી. જ્યારે જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. પરંતુ જવાબમાં ટીમ ઈન્ડિયા પણ ખાસ કંઈ કરી શકી ન હતી અને 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
153 for 4.
153 for 5.
153 for 6.
153 for 7.
153 for 8.
153 for 9.
153 for 10.
India lost 6 wickets for without scoring a single run. pic.twitter.com/SfdAR78ced
— Johns. (@CricCrazyJohns) January 3, 2024
ખાતું ખોલાવ્યા વિના 6 ખેલાડીઓ આઉટ
ટીમ ઈન્ડિયાની આ ઈનિંગમાં 6 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. એક સમયે ભારતીય ટીમે 4 વિકેટના નુકસાન પર 153 રન બનાવી લીધા હતા, પરંતુ આ પછી ટીમ ઈન્ડિયા ખાતામાં 1 રન પણ ઉમેરી શકી ન હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી 6 વિકેટ માત્ર 11 બોલમાં ગુમાવી દીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા, લુંગી એનગિડી અને નાન્દ્રે બર્જરે 3-3 વિકેટ લીધી હતી.
ગામડાથી લઈને વિશ્વના દરેક ખૂણામાં જમીન ધરાવે છે આ મોટો ખેડૂત, છતાં પણ પોતાને માને છે ગરીબ!!
ભારતીય બેટ્સમેનો ફરી નિષ્ફળ રહ્યા હતા
પ્રથમ ટેસ્ટ મેચની જેમ આ મેચની પ્રથમ ઈનિંગમાં પણ વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલીએ આ ઇનિંગમાં 46 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 39 રનની ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 36 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા.