હજુ સુધી એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે એશિયા કપની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી રહી છે. જોકે, એવું માનવામાં આવે છે કે સ્થળ ટૂંક સમયમાં ફાઈનલ થઈ જશે. એશિયા કપનું શિડ્યુલ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. હાલમાં એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં સ્થળ અડચણરૂપ છે. ખરેખર, હજુ સુધી મેદાનની પસંદગી કરવામાં આવી નથી.
ટુર્નામેન્ટની મેચો ક્યાં રમાશે?
મેચો પાકિસ્તાનના લાહોર અને શ્રીલંકાના દામ્બુલામાં રમાશે, પરંતુ કોલંબોને બીજી પસંદગી તરીકે રાખવામાં આવી છે. ખરેખર, આ સમયે ચોમાસાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ અઠવાડિયે મેદાનની પસંદગી થશે તે લગભગ નિશ્ચિત છે. સ્થળની પસંદગી બાદ ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાની સિઝનમાં કોલંબો યોગ્ય સ્થળ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોમાં રમાઈ શકી હોત, પરંતુ વરસાદ વિલન બનવાની શક્યતાઓ છે. જેના કારણે ભારત-પાકિસ્તાનની મેચ દાંબુલામાં યોજાઈ શકે છે.
લગાતાર સોનાના ભાવ તળિયે બેસ્યા, આજે ફરીથી મોટો કડાકો, હવે એક તોલાના ખાલી આટલા હજાર જ આપવાના
જુલાઈના પહેલા અઠવાડિયામાં જ 2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટું અપડેટ, કોર્ટે ભર્યું આ મહત્વનું પગલું
મોદી સરકારે લોકોને આપી મોટી રાહત! સ્માર્ટફોન-ટીવીના ભાવમાં જોરદાર ઘટાડો, જાણો હવે નવી કિંમત્ત કેટલી?
શું હોઈ શકે એશિયા કપ 2023નું શેડ્યૂલ?
જો કે, આ સિવાય ટૂર્નામેન્ટના પહેલાથી જ નક્કી કરેલા શેડ્યૂલમાં વધારે ફેરફાર કરવામાં આવશે નહીં. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. એશિયા કપ 2023ની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. માનવામાં આવે છે કે ચારેય મેચ પાકિસ્તાનના લાહોરમાં રમાશે. શ્રીલંકા હવે પછીની મેચોની યજમાની કરશે. તે જ સમયે, મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 31 ઓગસ્ટે રમાશે. જ્યારે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. શ્રીલંકા આ ફાઈનલ મેચની યજમાની કરશે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકા સામેની મેચથી કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 6 સપ્ટેમ્બરે મેચ રમાશે.