આ ક્રિકેટરની દેશ માટે પ્રથમ મેચ.. રોહિતની કેપ્ટન્સીમાં રમશે પહેલીવાર, માત્ર 5 મહિનામાં જ બની ગયો દરેકનો ફેવરિટ

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: ભારત અને અફઘાનિસ્તાન ગુરુવારે T20 મેચમાં સામસામે ટકરાશે. આ મેચથી કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. રોહિત લગભગ 15 મહિના પછી ભારત માટે T20 મેચ રમશે. રિંકુ સિંહ સહિત 5 ખેલાડીઓ માટે પણ આ મેચ યાદગાર બની રહેવાની છે. હિટમેન રોહિત શર્માની કેપ્ટન્સીમાં રિંકુ સિંહ દેશ માટે પ્રથમ મેચ રમશે.

રિંકુ સિંહે 5 મહિના પહેલા જ ભારત માટે ડેબ્યુ કર્યું હતું. તેણે ઓગસ્ટ 2023માં તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. એકંદરે, તે ભારત માટે અત્યાર સુધીમાં 12 T20 મેચ અને 2 ODI રમી ચૂક્યો છે. રિંકુ જે ઓડીઆઈ મેચમાં રમ્યો હતો તેમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો હતો. તેવી જ રીતે, તે જે ટી20 મેચમાં રમ્યો તેમાં જસપ્રિત બુમરાહ, રુતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવ કેપ્ટન હતા.

જીતેશ ક્યારેય રોહિતની કેપ્ટનશીપમાં રમ્યો નથી

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ અને મુકેશ કુમારને ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તે નિશ્ચિત જણાય છે. જેમાંથી શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર રોહિતની કપ્તાનીમાં ભારત માટે પ્રથમ T20 મેચ રમશે.

આ ચારમાંથી શુભમનનું નામ સૌથી ચોંકાવનારું છે. ગિલ 2019થી ભારત માટે મેચ રમી રહ્યો છે. પરંતુ તે રોહિતની કપ્તાનીમાં પ્રથમ વખત ટી20 મેચ રમશે. જો જીતેશ શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો તે પણ રોહિતની કેપ્ટનશીપમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરશે.

તમને જણાવી દઈએ કે તાજેતરના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમારને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેયને રોહિતની કેપ્ટન્સીમાં ટેસ્ટ મેચ રમવા મળી હતી. એ જ રીતે તિલક વર્માએ પણ રોહિતની કેપ્ટન્સીમાં વનડે મેચ રમી છે.

અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી ઉપડશે સીધી ‘આસ્થા’ ટ્રેન, જાણો શું રહેશે સમય, તારીખ, ભાડું?

‘હું દરેક યુગ માટે ભારતીય છું…’, બેક ટુ બેક હિટ ફિલ્મો આપ્યા બાદ શાહરૂખે પહેલીવાર કહી આવી ચોટદાર વાત

રામ મંદિરની કહાનીઃ લોહી અને અંધાધૂંધ ગોળીબારથી લાલ અયોધ્યા, 33 વર્ષ પછી કાર સેવકોએ 1990ની આપવીતી જણાણી

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર.


Share this Article
TAGGED: