ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં કેટલાક રન બનાવતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આઈપીએલ ઈતિહાસમાં આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.
કોહલીનો સુપર રેકોર્ડ
વિરાટ કોહલીએ આ મેચમાં 12 રન બનાવતાની સાથે જ આઈપીએલનો એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. વાસ્તવમાં, તે IPL ઇતિહાસમાં 7000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા કોહલીના 6988 રન હતા. IPLમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં તે પ્રથમ સ્થાને છે.
સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન
વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ મેચ પહેલા કોહલી 6988 રન સાથે ટોપ પર હતો. આ પછી, શિખર ધવન છે, જે વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેના નામે 6536 રન છે. ડેવિડ વોર્નર 6189 રન સાથે ત્રીજા નંબર પર છે. ચોથા નંબરે IPLમાં ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે. તેના નામે 6036 રન છે. સુરેશ રૈના 5528 રન સાથે પાંચમા નંબર પર છે.