શું રવિન્દ્ર જાડેજા પર 12 મહિના પ્રતિબંધ મૂકાશે?  ચાલુ મેચે જાડેજાની આ હરકતથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની શરૂઆતની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દિવસે સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. નાગપુરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 177 રનમાં સમેટી દીધો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 5 વિકેટ લીધી હતી. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું તેના પર 12 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાના પાંચ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા

ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બોલ વડે અજાયબી કરી બતાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના પાંચ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. જોકે તેણે મેચની વચ્ચે પોતાની આંગળી પર કંઈક લગાવ્યુ હતુ તેવૂ ચર્ચા શરૂ થઈ હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

સિરાજ પાસેથી લઈને આંગળી પર કઈક લગાવ્યુ

જાડેજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે તેના સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસેથી કંઈક લેતો હતો અને તેને તેની ડાબી તર્જની આંગળી પર ઘસતો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયા અને પૂર્વ ખેલાડીઓ આના પર સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે એક ક્રિકેટ પ્રશંસકે આ વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને પ્રતિક્રિયા આપી.

જાડેજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને આ વીડિયો પર ટિપ્પણી કરી- રસપ્રદ. હકીકતમાં સોશિયલ મીડિયા પર લોકોનો અભિપ્રાય વહેંચાયેલો હતો. કેટલાકે કહ્યું કે જાડેજા બોલ સાથે છેડછાડ કરી રહ્યો હતો, જ્યારે તેના કેટલાક ચાહકોએ કહ્યું કે તે આંગળીના સોજા માટે મલમનો ઉપયોગ કરી રહ્યો છે. આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ આ મામલે અપડેટ આપી.

‘દીકરો જાણે છે કે હું ન્યૂડ મોડલ છું, તેને શરમ આવે છે, પણ એને એ નથી ખબર કે હું આ કામ….

એક રૂમમાં 25 લાશો અને લાશોને ગળે લગાડીને ચોધાર આંસુએ રડતો એક વ્યક્તિ… સીરિયાના આ પરિવારનું ભૂકંપમાં બધુ તબાહ

અદાણી જેવી જ જાળમાં ફસાયા’તા ધીરુભાઈ, પણ એવી ખતરનાક ગેમ રમ્યા કે દલાલોની ફાટી રહી, રડતા રડતા ધીરુભાઈ પાસે આવ્યા અને…

બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે તે ‘આંગળીમાં દુખાવો દૂર કરવા માટે મલમ’ છે. આ ઓસ્ટ્રેલિયન ટીમના સભ્યો ડેવિડ વોર્નર અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને 2018માં દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ માટે એક વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.


Share this Article
TAGGED: