Cricket News: શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે રાજકોટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના બોલરોને આડે હાથ લીધા હતા. બીજી ઈનિંગમાં ડાબા હાથના બેટ્સમેન યશસ્વીની શાનદાર સદીના કારણે ભારતીય ટીમ મોટી લીડ તરફ આગળ વધી રહી છે. પ્રથમ દાવમાં 10 રન બનાવનાર યશસ્વીએ 122 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી.
યશસ્વી અત્યારે અજોડ ફોર્મમાં છે. બીજી વિકેટ માટે તેણે શુભમન ગિલ સાથે 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. 29 ઇનિંગ્સમાં જયસ્વાલની આ ચોથી આંતરરાષ્ટ્રીય સદી છે. સદી પહેલા તેણે 73 બોલમાં પ્રથમ 35 રન બનાવ્યા હતા, જ્યારે તે પછી તેણે છેલ્લા 49 બોલમાં 75 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ એ પ્રથમ દાવ 319 રનમાં સમેટી લીધા પછી, ભારતીય ટીમની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા 19 બોલમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત પાર્ટ ટાઇમ સ્પિનર જો રૂટના હાથે LBW આઉટ થયો હતો. 30ના સ્કોર પર પ્રથમ વિકેટ પડ્યા બાદ યશસ્વી જયસ્વાલને શુભમન ગિલનો સાથ મળ્યો હતો.
બંનેએ ઇનિંગ્સને સંભાળી હતી. એક તરફ, જ્યારે યશસ્વીએ આક્રમક વલણ અપનાવ્યું, તો બીજી તરફ, ગિલ એક સમયે એક રન લઈને તેના પાર્ટનરને સ્ટ્રાઈક આપતો રહ્યો. પરિણામે ભારતીય ટીમ આ સમયે સારી સ્થિતિમાં પહોંચી ગઈ છે.
યશસ્વીએ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી.
વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં 209 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં તે 17 રન બનાવીને આઉટ થયો હતો. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત ભલે હારી ગયું હોય, પરંતુ ત્યાં પણ યશસ્વીએ પ્રથમ ઇનિંગમાં 80 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તે 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓપનર બેન ડકેટે મુલાકાતી ટીમ માટે 153 રનની ઇનિંગ રમી હતી. 2000 પછી ભારતમાં ટેસ્ટ મેચોમાં બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી 150 રનની ઇનિંગ્સ છે. ડકેટે આ ઈનિંગ 151 બોલમાં રમી હતી.