કચ્છમાં બિપરજોય ચક્રવાતનું સંકટ છે ત્યારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કુદરત જાણે કચ્છ પર રૂઠી હોય તેમ કુદરતી આપદા એકબાદ એક આવી રહી છે. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમીના દુર નોંધાયું
કચ્છમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડધામ મચી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમીના અંતરે નોંધાયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, કચ્છના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂકંપના આચંકા અનુભવાઈ રહ્યાં છે. તેમજ બિપરજોય વાવાઝોડાનું સંકટ પણ કચ્છ પર ભારે જોવા મળી રહ્યું છે.
ચક્રવાતના પગલે 9 ગામ સંપૂર્ણ બંધ
બિપરજોય ચક્રવાતને પગલે કચ્છ કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમજ સરહદી તાલુકાના 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે. જેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાના મઢ વગેરે બંધ રહેશે. તેમજ કોટાડા, જડોદર, અને નારાયણ સરોવર, નલિયા, અને કોઠારા બંધ રહેશે. તેમજ નખત્રાણા સહિત 9 ગામોનાં બજાર બંધ રાખવાનો પણ કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. તેમજ દરિયા કિનારાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની વધુ અસર વર્તાઈ
દરિયાકિનારે પવનની ગતિમાં પણ થયો વધારો છે. ત્યારે માંડવીનાં દરિયામાં કરંટ વધ્યો હતો. દરિયાનું પાણી બીચ પરના સ્ટોર સુધી પહોંચ્યું હતું. માંડવીનાં દરિયામાં કરંટ વધતા દરિયાના કિનારાથી 100 મીટર દૂર આવેલી પાણી દુકાનમાં પહોંચ્યું. દરિયા કિનારે પવનની ગતિમાં પણ વધારો થયો છે. અત્યારે માંડવીમાં 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
25 ગામો સતત નિરીક્ષણ હેઠળ છેઃ ઋષિકેશ પટેલ
કચ્છમાં બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાએ નલિયા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. નલિયા- જખૌનાં આસપાસનાં 3 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. નલિયાનાં ગામોમાં બિપરજોયનો ખતરો સૌથી વધુ છે. બિપરજોય વાવાઝોડા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દરિયાકાંઠાનાં 25 ગામો સતત નીરીક્ષણ હેઠળ છે. દરિયા કાંઠાના લોકો તંત્રને સહકાર આપી સુરક્ષિત જગ્યાએ પહોંચશે. બિપરજોય વાવાઝોડા અંગે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે તંત્રએ સજાગ થઈ તમામ તૈયારીઓ કરી છે.
500થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે
કચ્છમાં બિપરજોય વાવાઝોડાને પગલે તંત્ર એક્શન મોડમાં છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે દરિયાકાંઠાનાં ગામો ખાલી કરાયા છે. જખૌનું બુડિયા ગામ ખાલી કરવામાં આવ્યું છે. તેમજ 5000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. નલિયાની મોડલ ગર્લ્સ હાઈસ્કુલમાં લોકોને આશરો અપાયો છે. દરિયાકાંઠાથી 3 કિલોમીટર બુડિયા ગામ દૂર છે.