બિપરજોય વાવાઝોડાને લઈ કોસ્ટલ લાઈનની ST બસો રદ, સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસો રદ, ડેપો મેનેજરને અપાઈ સૂચના

Lok Patrika Desk
By Lok Patrika Desk
st
Share this Article

બિપરજોય વાવાઝોડાના લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરવામાં આવી છે. તેમજ કેટલાક રૂટ ટૂંકાવામાં પણ આવ્યા છે. કોસ્ટલ લાઈને અડીને આવતા વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. 16 જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 350થી વધુ બસો રદ કરવામાં આવી છે. જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યો છે.

st

કોસ્ટલ લાઈનની ST બસો રદ

ગુજરાત ST નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાત રાજ્ય એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ. કે. ગાંધીએ કોસ્ટલ લાઈને અડીને આવતા વિસ્તારમાં તમામ ડિવિઝનના ડેપો મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી અને સુચના આપવામાં આવી છે. કોસ્ટલ લાઈને અડીને આવતા વિસ્તારમાં આવતા જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસોના રૂટ ટૂંકાવાની તેમજ બસોની ટ્રીપ રદ કરવામાં આવી છે. મુસાફરોને મેસેજ મારફતે રિઝર્વેશનમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોને રદ કરવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં સ્થળ સુધી બસ જશે, તેની પણ જાણકારી આપવામાં આવી છે.

st

આ પણ વાંચો

વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું

જૂનમાં જ કચ્છમાં તબાહી મચાવનાર વાવાઝોડાના ઘા તાજા થયા, 10 હજાર લોકોના મોત, જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અંગે અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી, કહ્યું- જરાય હળવાશમાં ન લેતા, નહીંતર…

કંટ્રોલ સેન્ટરથી તમામ બસો પર નજર

હાલમાં દ્વારકા, ખંભાળિયા, દિવ, ઉના, સાવરકુંડલા, મુન્દ્રા, માંડવી, નલિયા, ગાંધીધામ, વેરાવળ, પોરબંદર, માંગરોળ, મોરબી અને મહુવા તરફ જતી બસોની ટ્રીપ રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી તમામ બસો પર જીપીએસ અને જીઓ ફેન્સ મારફતે ટ્રેકિંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિઝલનો પૂરતો જથ્થો રાખવા માટે દરેક ડેપોને સૂચના આપવામાં આવી છે. કોસ્ટલ લાઈને અડીને આવતા વિસ્તારના ડિવિઝનના નજીકના ડેપો સુધી બસ જશે. દ્વારકા, ગાંધીધામ, ભૂજ, નલિયા, અમરેલી સહિતના ડિવિઝનમાં હોર્ડિંગ્સ ઉતારવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.


Share this Article