સગરનું ટેલેન્ટ ભારત લેવલે ચમકશે: રાણપરડાની બંસરી પિપરોતરનો યોગ ક્ષેત્રે દબદબો, જાત મહેનતથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: નાનકડા ગામડાંનુ અસલી ટેલેન્ટ જ્યારે બહાર આવે ત્યારે એ રાજ્ય અને દેશના સીમાડા વટાવીને આભમાં ચમકતું હોય છે. આજે ભાણવડ તાલુકાના રાણપરડા ગામની દીકરીએ પણ કંઈક એવી જ સિદ્ધિ મેળવીને સમગ્ર સગર સમાજ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ધોરણ 9માં ભણતી આ દીકરીનું નામ છે બંસરી દિલીપભાઈ પિપરોતર. માત્ર 14 વર્ષની ઉંમરે બંસરીનું ટેલેન્ટ આજે આખું ગુજરાત વખાણવા માટે મજબૂર થયું છે. બંસરી યોગમાં સ્ટેટ ચેમ્પિયન બનવા બદલ તેમના ચારેકાર વખાણ થઈ રહ્યા છે

રાણપરડા ગામના વતની અને હાલમાં પોરબંદર ખાતે સ્થિત બંસરી પિપરોતર પોરબંદરમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્સાય કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી યોગ ક્ષેત્રમાં દીકરી પોતાની મહેનત કરી રહી છે. કોઈ જ ટ્યુશન ક્લાસિસ કે ટ્રેનર વગર આ દીકરી પોતાની જાતે પરસેવો પાડી અલગ અલગ યોગ શીખી અને આજે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.

મોટી વાત એ પણ છે કે યોગમાં નેશનલ ચેમ્પિયન બનવા બદલ પોરબંદર મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. દિપીકા બેન સરડવાના હસ્તે ” નમો પુરસ્કાર ” થી પણ બંસરીને સમ્માનિત કરવામાં આવી છે.

આમ તો બંસરીએ જાતે જ મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે અને રાજ્યમાં પ્રથમ ક્રમાંક લાગી છે. પરંતુ હવે નેશનલમાં ભાગ લેવાનો હોવાથી અત્યારે યોગ ટ્રેનર રાખીને નેશનલ લેવલની તૈયારી કરી રહી છે. પહેલાં નેશનલ લેવલની સ્પર્ધા માટે 28-29 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી અને બેંગલોર ખાતે આ સ્પર્ધા હતી, પરંતુ કોઈ કારણોસર એ મૂલતવી રાખવામાં આવી અને હવે ટૂંક જ સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly