vadodra harni lake: આજે જ સાવધાન થઈ જજો ગુજરાત… કારણ કે સરકાર કુંભકર્ણ નિંદરમાં સૂતી છે. તમે પણ સાવધાન થઈ જાવ, હરણી તળાવ જેવી અન્ય ઘટનાઓ ના બને તે માટે ખરેખર તંત્રએ પગલાઓ લેવાની જરુર છે. લાઈવ જેકેટ અને સુરક્ષાના સાધનોનો પણ અભાવ હોવો અ સામાન્ય બની ગયું છે .
તમને જણાવી દઈએ કે, ઓખાથી બેટ દ્વારકા જતી બોટમાં જોખમી મુસાફરી, નિયમોનું સરેઆમ પણ ઉલ્લંઘન થાચ છે
બોટની ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાતા હોવાના વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે દરિયામાં લોકો કેટલી જોખમી મુસાફરી કરી રહ્યા છે. આ વર્ષોથી ચાલતું જ આવે છે. મોરબી પુલની ઘટના બાદ ગુજરાતના બધા પુલમાં માત્ર ટૂંક દિવસો માટે સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, તેમ જ આ વખતે પણ સરકારનું મુડ ટૂંક સમય માટે જ રહેશે.
મુસાફર જેટીના પુલ અને બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોની ભીડ જોવા મળી રહી છે. નિયમોના ઉલ્લંઘનની વાત આટલેથી જ નથી અટકતી ફેરી બોટના સંચાલકો દ્વારા મુસાફરોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આપતા નથી. એકતરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો બીજી તરફ નિયમો નેવે મૂકીને લોકોને જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે. રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે.