નનેરા દિપેન જાદવભાઈ… આ નામનો 22 વર્ષનો છોકરો હાલમાં બન્ને કિડનીની સમસ્યા સાથે જજૂમી રહ્યો છે. બન્ને કિડની નિષ્ક્રિય છે એવું કહીએ તો પણ ચાલે. ત્યારે એમના દાદા કિડની ડોનેટ કરવા માટે તૈયાર થયા હોવાથી આજથી જ એમના એક કિડની ટ્રાન્સપ્લાન્ટનું કામ શરૂ થશે. વડોદરા ખાતે આવેલી સ્ટર્લીંગ હોસ્પિટલમાં દિપેનભાઈની સારવાર ચાલી રહી છે. આજથી જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે આગળ એમના કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.
દિપેન વિશે વાત કરીએ તો જામ રોજીવાડા ગામમાં એ પરિવાર સાથે રહે છે. એમનો પરિવાર ટૂંકી જમીન સાથે ખેતીકામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે અને ગુજરાન ચલાવે છે. 22 વર્ષનો દિપેન સરસ રીતે હસતો રમતો હતો. 12 પાસ કરીને ભાણવડ ખાતે ફર્નિચરનું કામ શીખતો હતો. કુદરતે આ અણધારી આફત આપી અને બન્ને કિડનીની ગંભીર સમસ્યાના કારણે પરિવારે જોયેલા સપના રોળાઈ ગયા અને ક્યાંથી ક્યા રસ્તે જવું પડ્યું એનો કોઈ અંદાજ જ ના રહ્યો. ત્યારે હવે દિપેન અને દિપેનના પરિવારને આપના આર્થિક ટેકાની જરૂર છે.આપની એક રૂપિયાની પણ કરેલી મદદ એળે નહીં જાય અને દિપેનને નવું જીવન આપવામાં મદદ કરશે.
3 મહિનાથી જ દિપેન આ સમસ્યાનો ગંભીર રીતે સામનો કરી રહ્યો છે. છેલ્લા 3 મહિનાથી અમદાવાદ અને જામનગર ખાતે દિપેનની સારવાર ચાલી રહી હતી. તેમજ એક મહિનાથી સ્ટર્લીંગ હોસ્પિટલના ડોક્ટરોના સલાહ પ્રમાણે પણ સારવાર ચાલી રહી છે અને આજે સવારથી સ્ટર્લીંગ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેના ઓપરેશનને લઈ દાખલ કરવામાં આવ્યો છે. દિપેનની બન્ને કિડની ફેઈલ છે. હાલમાં એમની એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓરપેશન થશે અને 6 કે 9 મહિના પછી જો દાન મળે તો એમની બીજી કિડની પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. હાલમાં દિપેનને પહેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એમના દાદા જ દાન કરશે.
ડોક્ટરોના કહેવા પ્રમાણે હાલમાં દિપેનની સારવાર માટે 20 લાખનો ખર્ચ આવવાની શક્યતા છે. જો કોઈ ગંભીર પરિસ્થિતિ આવે તો સારવારના ખર્ચમાં વધારો પણ થઈ શકે છે. ત્યારે જાદવભાઈ કહે છે કે આટલી ટૂંકી જમીનમાં મારે 20 લાખ રૂપિયા કેમ પુરા પાડવા. હું આપ સૌને વિનંતી કરું છું કે તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને દિપેનને નવું જીવન જીવાડવામાં મદદ કરો. આપ દિપેનભાઈની વધારે વિગત માટે એમના પિતા જાવદભાઈ ડાયાભાઈ નનેરાને 9427283719 નંબર પર કોન્ટેક કરી શકો છો.