વિદેશની જેમ દ્વારકામાં લોકો જોઈ શકાશે ડોલ્ફીન, સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડના MoU, જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન દ્વારકાને લઈને ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ વચ્ચે નવા MoU થયા છે. કરાર બાદ દ્વારકામાં હવે પ્રવાસીઓ ડોલ્ફીન નિહાળી શકે તે માટેના પ્રયાસના ભાગરૂપે દ્વારકામાં હવે એક નવું નજરાણું જોવા મળશે. ટૂંક સમયમાં વિદેશની જેમ દ્વારકામાં ઓખા લોકો ડોલ્ફીન જોવા ક્રૂઝમાં જઈ શકશે. મરીન ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ થકી પ્રક્રિયા થશે.

આ ક્રૂઝમાં કુલ 2 માળ હશે જેમાં 150 લોકો એકસાથે સવાર થઈ શકશે. આ ડોલફીન ક્રૂઝમાં જમવાની અને મનોરંજની વ્યવસ્થા હશે. એટલું જ નહીં 20 કરોડ રૂપિયાના ખર્ચે દોઢ વર્ષની અંદર મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ડોલ્ફીન ક્રુઝ પ્રોજેકટ તૈયાર કરવામાં આવશે.

અક્ષર ટ્રાવેલ્સએ મીડિયાને જણાવ્યું કે, અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે MoU સાઈન કર્યા છે જે મરીન ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ છે. જેને અક્ષર ડોલફિન ક્રૂઝ નામ આપવામાં આવ્યું છે. આ ક્રૂઝની મરિનનાં નિયમો હેઠળ જ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 100થી વધુ લોકોને રોજગારી મળશે.

Big Breaking: ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ, સરકારની જાહેરાત બાદ સત્તાવાર અપાઈ છૂટ, જાણો ક્યાં મળશે દારૂ?

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024: ટુ- વ્હીલરથી ટ્રેક્ટર સુધી ઇ-વાહનો વિશાળ શ્રેણી પ્રદર્શિત

અમદાવાદથી પ્રથમ ફ્લાઈટ પહોંચી અયોધ્યા, રામ, સીતા અને લક્ષ્મણના પોશાક પહેરેલા મુસાફરોનું અયોધ્યામાં કરાયું સ્વાગત

તમને જણાવી દઈએ કે, અક્ષર ડોલફીન ક્રૂઝમાં અપર ડેક અને લોઅર ડેક એમ 2 ડેક હશે. ક્રૂઝના પ્રવાસીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ડોલફીન એરિયામાં ક્રૂઝમાં બેસીને ડોલફીન જોઈ શકશે.


Share this Article