નવાઝુદ્દીન સિદ્દીકીની પૂર્વ પત્ની આલિયાને તાજેતરમાં જ બિગ બોસ OTT 2માંથી બહાર કરવામાં આવી હતી. જ્યારે તેણે શોમાં તેની અંગત જીવનની ચર્ચા કરી તો તેને સલમાન ખાને ફટકાર લગાવી. હવે બહાર આવીને આલિયાને નવાઝ સાથેની તેની પાછલી જિંદગી યાદ આવી ગઈ. નવાઝ અને તેમના 19 વર્ષ જૂના સંબંધોનો અંત આવી ગયો છે. આલિયાએ કહ્યું કે જ્યારે બંને પાસે કંઈ નહોતું ત્યારે જીવન ખૂબ જ સારું હતું. નાની નાની ખુશીઓને તે મહત્વ આપતો હતો.
આલિયાને બિગ બોસ ઓટીટીમાંથી બહુ જલ્દી બહાર કરી દેવામાં આવી. નવાઝુદ્દીન સિદ્દીકી સાથેના ઝઘડા અને અલગ થવાના કારણે તે ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. હવે શોમાંથી બહાર આવ્યા બાદ તેને તેમના સંબંધોના સારા દિવસો યાદ આવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું હતું કે બે દાયકા પહેલા તે નવાઝ સાથે નાના ઘરમાં રહેતી હતી. તેમની પાસે પૈસા પણ નહોતા અને નવાઝનો ભાઈ શમાસ ભાડું ચૂકવતો હતો.
આલિયાએ કહ્યું કે ત્યારે નાની વસ્તુઓની પણ કિંમત હતી. નવાઝ તેમને ખુશ કરવા માટે કોઈની પાસેથી 50 રૂપિયા ઉછીના લેતો હતો અને બ્રેડ અને બટર બનાવીને ખવડાવતો હતો. આ તેની નાની ખુશીઓ હતી. તે સમયે તે તેના માટે કોઈ મોટી લક્ઝરીથી ઓછી ન હતી. નવાઝ ઘરના કામકાજ કરતો હતો કારણ કે આલિયાને કામ કરવાનું આવડતું ન હતું. આલિયાએ કહ્યું કે જ્યારે તેને જોઈતી વસ્તુઓ મળી ત્યારે નવાઝ પહેલા જેવો નહોતો. તેણી તેનાથી દૂર જતી રહી પણ તેમ છતાં તેને પ્રેમ કરતી હતી.
અદાણીની કંપનીનો બિઝનેસ રાતોરાત આસમાને પહોંચી જશે, હજારો કરોડના રોકાણનો માસ્ટર પ્લાન તૈયાર
LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, બેંકોનું મર્જર, જાણો 1 જુલાઈથી શું ફેરફાર થશે જે સીધી તમને અસર કરશે
આલિયાએ શો છોડ્યા બાદ સલમાન ખાન પર પક્ષપાત કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તે કહે છે કે બધાએ અંગત જીવનની ચર્ચા કરી. સલમાન કંઈ બોલ્યો નહીં. પૂજા ભટ્ટ પોતાને મહેશ ભટ્ટની પુત્રી કહે છે, હવે તે રાહ જોશે કે સલમાન તેને શું કહે છે.