આમિર ખાન અચાનક કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા. મિત્રના નિધનના સમાચાર મળતા આમિર ખાન કચ્છ આવી પહોંચ્યા હતા.કોટાય ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન કોટાય પહોંચ્યા હતા.
લગાન ફિલ્મના શૂટીંગ સમયથી મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સબંધ હતા. વર્ષો બાદ પણ આમિરખાને મિત્રતા નિભાવી હતી અને કચ્છ પહોંચ્યા હતા.ભુજ તાલુકાના કોટાય ગામના આહિર યુવાનનું તાજેતરમાં મૃત્યુ થતાં પરિવારને સાંત્વના આપવા આમિર ખાન પહોંચ્યો