ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત એ તેના બાળપણની એક પીડાજનક યાદગીરી શેર કરી છે. કંગનાના જણાવ્યા અનુસાર તે છ વર્ષની હતી ત્યારે જાતીય સતામણીનો ભોગ બની હતી. કંગનાએ કહ્યું હતું કે તેના હોમટાઉનમાં તેનાથી થોડી મોટી વયના છોકરાએ તેની જાતીય સતામણી કરી હતી. આ છોકરો તેમને વસ્ત્રવિહિન થવાનું કહેતો હતો અને અનુચિત રીતે સ્પર્શ કરતો હતો. કંગનાના જણાવ્યા અનુસાર પોતે એટલી નાની વયની હતી કે આ બધી વાતો સમજી શકતી ન હતી. પરંતુ, તે પીડાકારક અનુભવો જિંદગીભર તેનો પીછો કરતા રહ્યા છે.
એક ટીવી શોમાં મુન્નવર ફારૂકીએ પોતાની સાથે નાનપણમાં થયેલા જાતીય દુર્વ્યવહારની વાત શેર કરી હતી. તેને પગલે કંગનાએ પણ પોતે આ પ્રકારના અનુભવોમાંથી પસાર થઇ હોવાનું જણાવ્યું હતું. કંગનાએ અગાઉ પણ ફિલ્મ ઉદ્યોગમાં શરૂઆતના દિવસોમાં પોતે જાતીય શોષણનો ભોગ બની ચુકી હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે કે પોતે જેને નજીકના સ્વજન જેવા અને વિશ્વાસુ ગણતી હતી તે લોકોએ જ તેના ભરોસાને તોડયો હતો અને બહુ લાંબા સમય સુધી તેનું શોષણ કર્યું હતું.