હાલના દિવસોમાં પૂજા બત્રા કેલિફોર્નિયામાં વેકેશન માણી રહી છે. તેણે ત્યાં યોસેમિટી નેશનલ પાર્કમાંથી તેની તસવીરો શેર કરી છે, જેમાં તે હિમવર્ષાની મજા લેતી જાેઈ શકાય છે.
તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું, જ્યારે તમને ખબર પડે કે આ હિમવર્ષા ફક્ત તમારા માટે જ થઈ છે. ૧ ડિગ્રી સેલ્સિયસની કડકડતી ઠંડીમાં, પૂજા બત્રા ગરમ કપડાને બદલે બોલ્ડ સ્કિની કોસ્ચ્યુમમાં જાેવા મળી રહી છે.
૪૬ વર્ષીય અભિનેત્રી આવા ઠંડા તાપમાનમાં બરફવર્ષાનો આનંદ માણી રહી છે, જે દરેક માટે સરળ નથી.
પૂજા બત્રાએ વર્ષ ૧૯૯૭માં ફિલ્મ વિશ્વવિધાથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તેણે હસીના માન જાયેગી, દિલ ને ફિર યાદ કિયા અને કહી પ્યાર ના હો જાયે સહિત ૨૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.
તેની એક ફિલ્મ, તાજમહેલઃ એન એટરનલ લવ સ્ટોરી, એક ઐતિહાસિક મહાકાવ્ય, ૨૦૦૪ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી.
અભિનેત્રી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે પણ જાેડાણ ધરાવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, તેણે ૧૯૯૫ માં સાઉથ સિનેમામાં પ્રવેશ કર્યો હતો જે એક તમિલ ફિલ્મ છે અને તે તેમાં કેમિયો રોલમાં જાેવા મળી હતી.
તમિલ પછી, પૂજાએ તેલુગુ સિનેમામાં સાથે ડેબ્યુ કર્યું. તે મલયાલમ ફિલ્મોમાં પણ જાેવા મળી હતી. અભિનેત્રી એશિયન એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન, નોઈડાની ઈન્ટરનેશનલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ક્લબની આજીવન સભ્ય છે. વર્ષ ૨૦૧૯માં અભિનેત્રી પૂજા બત્રાએ પ્રખ્યાત અભિનેતા નવાબ શાહ સાથે લગ્ન કર્યા.