Akshay Kumar Movies: અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ OMG 2 માટે ચર્ચામાં છે.વિવાદોના ડરથી ફિલ્મ સેન્સર બોર્ડમાં અટવાઈ છે અને મેકર્સ કોર્ટમાં પણ જઈ શકે છે.એવા અહેવાલો છે કે સેન્સર બોર્ડે ફિલ્મમાં 25 કટ સાથે ઘણા સૂચનો આપ્યા છે.સાથે જ કહ્યું કે ફિલ્મને A સર્ટિફિકેટ આપવામાં આવશે.દરમિયાન, ગયા અઠવાડિયે અક્ષય કુમાર ફિલ્મના ગીત હર હર મહાદેવ… ભગવાન શિવમાં જોવા મળ્યો હતો.
જેમાં તે તાંડવ નૃત્ય કરી રહ્યો છે.છેલ્લા અઢીથી ત્રણ વર્ષ અક્ષય માટે સારા રહ્યા નથી અને તેને બોક્સ ઓફિસ પર મોટી સફળતાની જરૂર છે.અક્ષયે તેની લાંબી કારકિર્દીમાં સોથી વધુ ફિલ્મો કરી, અને ઘણી ફિલ્મોને ના પાડી.પરંતુ તેમાંથી કેટલીક બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જેમાંથી એક હોલીવુડની હતી.અક્ષયની રિજેક્ટ થયેલી સુપર-ડુપર હિટ ફિલ્મો પર એક નજર…
બાઝીગર:
અક્ષય કુમારે જ્યારે દિગ્દર્શક અબ્બાસ-મસ્તાનની ફિલ્મ બાઝીગરને ઠુકરાવી ત્યારે શાહરુખ ખાન માટે સફળતાના એક મોટા દ્વાર ખૂલી ગયા હતા. 1990ના દાયકામાં તે પોતાની હીરો ઇમેજ સિવાય આ ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા નહોતો માગતો. તેથી જ મેં આ ફિલ્મને ના પાડી દીધી.
ભાગ મિલ્ખા ભાગઃ
આ સ્પોર્ટ્સ બાયોપિકની ઓફર સૌથી પહેલા અક્ષય કુમારને કરવામાં આવી હતી. અક્ષયે પાછળથી સ્વીકાર્યું હતું કે, તેને હજી પણ સ્ક્રિપ્ટને નકારી કાઢવાનો અફસોસ છે. એથલીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત આ ફિલ્મની ગણતરી હિન્દીની શ્રેષ્ઠ બાયોપિક ફિલ્મોમાં થાય છે. તે સમયે અક્ષય વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારામાં કામ કરી રહ્યો હતો. અક્ષયની ખોટનો ફાયદો ફરહાન અખ્તરને થયો.
રેસઃ
ભારતની સૌથી મોટી મસાલા ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાંની એક રેસે સૈફ અલી ખાનને બોલીવૂડમાં એક અલગ જ સ્ટારડમ અપાવ્યું હતું. આ ફિલ્મ અગાઉ અક્ષય કુમારને ઑફર કરવામાં આવી હતી, પરંતુ એણે એ ઠુકરાવી દીધી હતી.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
… અને આ હોલિવૂડ ફિલ્મઃ
દરેક બોલિવૂડ સ્ટાર હોલિવૂડ માં કામ કરવા માંગે છે. પરંતુ અક્ષયે એ તક ગુમાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષયે હોલિવૂડ સ્ટાર ડ્વેન જોન્સન સાથે હોલિવૂડ ફિલ્મ એટલા માટે નથી કરી કારણ કે તેને લાગ્યું હતું કે હોલિવૂડની આ ફિલ્મમાં તેનો રોલ બોલિવૂડના હીરોના કહેવા પ્રમાણે નાનો છે.