અક્ષય કુમાર સ્ટાર ‘રામ સેતુ’ કાનૂની વિવાદોમાં ઘેરાય ગઈ છે. તાજેતરમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તેના ર્નિમતાઓ પર ફિલ્મમાં રામસેતુ અંગે ખોટાં તથ્યો બતાવવામાં આવ્યા છે. સ્વામીએ પોતાની ટિ્વટમાં કહ્યું કે, તેઓ ફિલ્મના નિર્માતાઓ પાસેથી વળતરની પણ માગ કરશે. ફિલ્મમાં અક્ષય સિવાય જેકલિન ફનાર્ન્ડિઝ અને નુસરત ભરુચા પણ છે. ફિલ્મનું શૂટિંગ અયોધ્યા અને રામેશ્વર સહિત ઘણા લોકેશન પર થયું છે. ફિલ્મને અભિષેક શર્માએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ પોતાના નામના કારણે શરૂઆતથી ચર્ચામાં છે.
સુબ્રમણ્યમ સ્વામીએ એક ટિ્વટમાં લખ્યું, અક્ષય કુમાર વિદેશી નાગરિક છે અને તેઓ તેને દેશમાંથી બહાર જવાનું પણ કહી શકે છે. તેમજ તેમને કહ્યું કે, મારો વકીલ સત્ય સભ્રવાલ આ કેસ જાેઈ રહ્યો છે. હું અક્ષય કુમાર તથા કર્મા મીડિયા વિરુદ્ધ કેસ કરવાનો છું, કારણ કે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘રામસેતુ’માં તથ્યોને ખોટી રીતે બતાવ્યા છે. આ ફિલ્મથી રામસેતુની ઇમેજને નુકસાન થઈ શકે છે.
‘રામસેતુ’નું થોડાં સમય પહેલાં એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર જાેઈને સો.મીડિયા યુઝર્સે એક્ટરને ઘણો જ ટ્રોલ કર્યો હતો. આ પોસ્ટરમાં અક્ષય કુમાર ગુફામાં એક હાથમાં મશાલ લઈને ઊભો છે. તેની બાજુમાં જેકલિન ટોર્ચ સાથે છે. યુઝર્સને ટોર્ચ તથા મશાલનું લૉજિક સમજમાં આવ્યું નહીં અને તેથી ટ્રોલ કરવામાં આવ્યો હતો. ‘રામ સેતુ’માં અક્ષય કુમાર આર્કિયોલૉજિસ્ટના રોલમાં છે. તે ભારત તથા શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુની સત્યતા ચકાસવાનું કામ કરે છે.
ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત વિવિધ લોકેશન પર કરવામાં આવ્યું છે. અભિષેક શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે ૨૪ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, સહજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખતીબ, સ્મૃતિ શ્રીકાંત અને સીમા પાહવા મુખ્ય ભૂમિકામાં છે. રક્ષાબંધન ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દિવસે બોક્સ ઓફિસ પર આમિર ખાન અને કરિના કપૂર ખાનની ‘લાલ સિંહ ચડ્ઢા’ પણ રિલીઝ થશે.