Bollywood News: સની દેઓલ આ દિવસોમાં તેની લેટેસ્ટ ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં છે. આ અભિનેતાની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ‘ગદર 2’ એ તેની રિલીઝના માત્ર 7 દિવસમાં 300 કરોડથી વધુનું કલેક્શન નોંધાવ્યું છે. જ્યારે સની દેઓલ પોતાની ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યો હતો. બીજી તરફ અભિનેતાના ઘરની હરાજીનાં સમાચારે જોર પકડ્યું હતું. રવિવારે બેંક દ્વારા સની દેઓલને નોટિસ જારી કરવામાં આવી હતી, જે મુજબ 56 કરોડની લોન ચૂકવવામાં નિષ્ફળ જવાને કારણે જુહુમાં અભિનેતાના બંગલાની હરાજી કરવામાં આવશે.
આ સમાચાર પ્રકાશિત થયાના એક દિવસ પછી, બેંકે નોટિસ પાછી ખેંચી લેતા નિવેદન બહાર પાડ્યું હતું કે બેંકની બાજુથી તકનીકી ખામી હતી. આ બધાની વચ્ચે, સોશિયલ મીડિયા પર આવા સમાચારો જોર પકડવા લાગ્યા કે ‘OMG 2’ એક્ટર અક્ષય કુમારે સની પાજીની લોન ચૂકવી દીધી છે. અક્ષય કુમારની ઉદારતાના ઘણા મનોરંજન પોર્ટલ અને સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ વખાણ કરવામાં આવી રહ્યા છે.
અક્ષયે મદદ નથી કરી
જો કે આ બધાની વચ્ચે હવે અક્ષય કુમારની ટીમે આ સમગ્ર મામલે મૌન તોડીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. અક્ષય કુમારની ટીમના જણાવ્યા અનુસાર, આ તમામ સમાચાર જે સોશિયલ મીડિયા પર વેગ પકડી રહ્યા છે તે માત્ર અફવા છે. અક્ષય કુમારે સની દેઓલને કોઈ આર્થિક મદદ કરી નથી.
સની પાજી સાથે અક્ષયની ટક્કર
તમને જણાવી દઈએ કે, 11 ઓગસ્ટના રોજ અક્ષય કુમાર અને સની દેઓલ બોક્સ ઓફિસ પર ટકરાયા હતા. અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ ‘OMG’ની સિક્વલ ફિલ્મ ‘OMG 2’ અને ઑલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર’ની સિક્વલ ‘ગદર 2’ બંને એક જ દિવસે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને દર્શકો પણ બંને ફિલ્મોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ લોકો નહીં જીવવા દે! હવે તો કેશ ઓન ડિલિવરીમાં પણ ઓનલાઈન શોપિંગમાં મોટો ખતરો, જાણી લો ફટાફટ
હવે જો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સની પાજીની ‘ગદર 2’ એ અક્ષય કુમારની ‘OMG 2’ને જબરદસ્ત ટક્કર આપી છે. ગદર 2 એ 300 કરોડથી વધુનું કલેક્શન નોંધાવ્યું છે.