Akshay kumar In Mahakal: અક્ષય કુમાર (Akshay Kumar) શનિવારે સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લેવા ઉજ્જૈન (Ujjain) પહોંચ્યા હતા. આજે તે પોતાનો ૫૬ મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને તેણે મહાકાલની મુલાકાત લઈને તેને વધુ ખાસ બનાવ્યો છે. અક્ષયે પોતાના પરિવાર સાથે શનિવારે સવારે ભગવાન મહાકાલેશ્વરના દરબારમાં યોજાનારી ભસ્મ આરતીમાં હાજરી આપી હતી. તેઓ ક્રિકેટર શિખર ધવનની સાથે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં જોડાયા હતા અને ભારતીય ટીમની જીત અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
અક્ષયે ભગવાન મહાકાલના દરબારમાં સૌથી આગળ બેસીને ભસ્મ આરતીમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. ક્રિકેટર શિખર ધવન પણ ભસ્મ આરતીમાં જોડાયો હતો અને ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી હતી. ક્રિકેટ વર્લ્ડ કપ વિશે પૂછતાં અક્ષય કુમારે કહ્યું હતું કે લોર્ડ મહાકાલ માટે વર્લ્ડ કપ બહુ નાની બાબત છે. તેમને દેશની પ્રગતિ અને સૌની સમૃદ્ધિની કામના કરવામાં આવી છે. ક્રિકેટર શિખર ધવન પણ અક્ષય કુમાર સાથે ભસ્મ આરતીમાં જોડાયા હતા અને ભગવાન મહાકાલની પૂજા કરી હતી.
ભૂતકાળમાં પણ તેમણે ભગવાન મહાકાલના દરબારમાં નતમસ્તક કર્યું છે.
અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગના મામલે ભગવાન મહાકાલના દરબારમાં આવી ચૂક્યા છે. આ પહેલા પણ તેમણે ભગવાન મહાકાલના દરબારમાં માથુ નમાવ્યું હતું. શનિવારે મંદિર સમિતિ સિવાય કોઇને અક્ષય કુમાર મહાકાલેશ્વર મંદિર પહોંચ્યાના સમાચાર મળ્યા ન હતા. જો કે મહાકાલના દરબારમાં પહોંચ્યા ત્યારે તેમને જોઈને ભક્તો પણ ખૂબ ખુશ થઈ ગયા હતા.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય છેલ્લે ફિલ્મ ઓએમજી 2માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ પણ ઉજ્જૈનમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી છે. અક્ષયની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. રિપોર્ટસના અનુસાર, અક્ષય હજુ પણ પોતાની એક ફિલ્મની જાહેરાત કરવાનો છે.