Entertainment News : હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને (aliya bhatt) ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે નેશનલ એવોર્ડ (National Award) મળ્યો છે. દિલ્હીમાં યોજાયેલા આ સમારોહમાં તે પતિ રણબીર કપૂર સાથે આવી હતી. હવે નવરાત્રિના પાવન અવસર પર આલિયા ભટ્ટે એક નવી જ કાર ખરીદી છે. આ લક્ઝરી કારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ચાલો તમને આલિયા ભટ્ટની નવી કાર પણ બતાવીએ.
પાપારાઝીએ આલિયા ભટ્ટની નવી કારનો વીડિયો શેર કર્યો છે. 19 ઓક્ટોબર 2023ના રોજ સામે આવેલા વીડિયોમાં આલિયાની નવી કાર જોવા મળી રહી છે. રિપોર્ટસ અનુસાર, આલિયાએ રેન્જ રોવરનો ઓટોબાયોગ્રાફી લોંગ વ્હીલ (Autobiography Long Wheel) બેઝ ખરીદી છે.
આલિયા ભટ્ટની નવી કારની કિંમત કેટલી છે?
રેન્જ રોવરના આ નવા મોડલની કિંમત 3.81 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ કારની પૂજા પણ કરાવી છે.
આજે શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ, મા કાત્યાયની માતાના આશીર્વાદથી દરેક બગડેલા કામ સુધરી જશે
આલિયા ભટ્ટને નેશનલ એવોર્ડ મળ્યો
આલિયા ભટ્ટને કારકિર્દીનો પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ પ્રસંગે આલિયાએ સંજય લીલા ભણસાલીને ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માટે કાસ્ટ કરવા બદલ અને તેને એટલી બહેતર બનાવવા બદલ આભાર માન્યો હતો કે આજે તે નેશનલ એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. વાત જાણે એમ છે કે આ વખતે બે અભિનેત્રીઓએ આ એવોર્ડ જીત્યો હતો. પહેલા આલિયા અને બીજી ક્રિતી સેનન.