બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટના ફેન્સ એક્ટ્રેસના મેટ ગાલા ડેબ્યૂને લઇને ખૂબ જ એક્સાઇટેડ હતા. આલિયાએ પણ ફેન્સની એક્સાઇટમેન્ટને જાળવી રાખી અને જેવું ડેબ્યૂ કર્યુ તો તેનો લુક જોઇને ફેન્સ તેના ચહેરા પરથી નજર ન હટાવી શક્યા.
આલિયા ભટ્ટે પહેલીવાર ન્યૂયોર્કમાં મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું. આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતા જ તેનો લુક જોઈને ખૂબ હૂટિંગ થવા લાગી. મેટ ગાલામાં ક્યૂટ આલિયા વ્હાઇટ પ્રિન્સેસ ડ્રેસ પહેરીને પહોંચી હતી.
આલિયા આ ડ્રેસમાં એટલી સુંદર લાગી રહી છે કે તેના ચહેરા પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ બની જશે. આલિયા માથાથી પગ સુધી પ્રિન્સેસ જેવી લાગતી હતી. એક્ટ્રેસે પણ રેડ કાર્પેટ પર આવીને એકથી એક પોઝ આપીને ફેન્સનું દિલ જીતી લીધું હતું.
એટલું જ નહીં, પ્રબલે આલિયા માટે ડિઝાઈન કરેલા બે ડ્રેસની ઝલક પણ બતાવી. જેમાંથી એક ડ્રેસ બ્લેક અને બીજો વ્હાઇટ કલરનો હતો.
આલિયા ભટ્ટે મેટ ગાલામાં ડેબ્યૂ કરતા પહેલા તેના લુકની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું હતું કે – ‘Here we go.’ જોકે આ ફોટોમાં આલિયાનો ચહેરો અને તેનો ડ્રેસ દેખાતો નહોતો કારણ કે આ ફોટો અંધારામાં લેવામાં આવ્યો હતો.
પરંતુ આલિયાની બહેન શાહીને રેડ કાર્પેટ પર ડેબ્યુ કરતાની સાથે જ આલિયાના ઘણા ફોટા શેર કર્યા છે. તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું- ‘એન્જલ’. તમને જણાવી દઈએ કે, મેટ ગાલાનું આયોજન ભારતીય સમય અનુસાર 2 મેના રોજ સવારે લગભગ 4 વાગ્યે કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર આલિયાનો મેટ ગાલાનો વીડિયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. તમે જોશો કે ઘણા લોકો આલિયાના લાંબા વ્હાઇટ ડ્રેસને પાછળથી પકડતા જોવા મળે છે. એક્ટ્રેસે એન્ટ્રી લેતા જ તેના ફેન્સે હૂ઼ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આલિયાએ પણ ખુશ થઇને તેમને વેવ કર્યુ અને એકથી એક લુક આપવા લાગી.
આ ખાસ ઇવેન્ટ માટે આલિયાએ ઇન્ટરનેશનલ ડિઝાઈનર પ્રબલ ગુરાંગનો ડિઝાઈનર પ્રિન્સેસ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. જેને પહેરીને તે રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી.