બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ ટૂંક સમયમાં ફિલ્મ ગદર 2માં જોવા મળશે, પરંતુ અભિનેત્રીએ ફિલ્મના નિર્માતા અનિલ શર્મા પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. અમીષાનું કહેવું છે કે પ્રોડક્શન કંપનીએ હજુ સુધી ઘણા લોકોના લેણાંની ચુકવણી કરી નથી.
અમીષા પટેલે ચંદીગઢમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન કંપની પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો હતો અને અનેક ટ્વિટ કરી હતી. અમીષાએ દાવો કર્યો છે કે અનિલ શર્મા પ્રોડક્શને મેક-અપ આર્ટિસ્ટ અને કેટલાક કોસ્ચ્યુમ ડિઝાઈનરને પૈસા ચૂકવ્યા નથી.
તે જ સમયે, અમીષાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ‘પ્રોડક્શન કંપનીના નબળા મેનેજમેન્ટને કારણે ઘણા લોકોના રહેવા, ખાવા અને ટેક્સીના બિલ ક્લિયર નથી થયા. પરંતુ ઝી સ્ટુડિયોએ દરેકને ખાતરી આપી છે કે તેમની બાકી રકમ ક્લિયર કરવામાં આવશે.
અમીષાએ એમ પણ કહ્યું છે કે ‘ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો જાણે છે કે ગદર 2 અનિલ શર્મા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહી છે જે ઘણી વખત નિષ્ફળ સાબિત થઈ છે, પરંતુ ZeeStudiosએ હંમેશા આવી સમસ્યાઓને ઠીક કરી છે.’
ટૂંક સમયમાં ગુજરાતમા મોટો ફેરફાર, પોલીસનો યુનિફોર્મ બદલાઈ જશે, ખાખીની જગ્યાએ હવે લશ્કર જેવો આવશે
તમને જણાવી દઈએ કે અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ગદર 2 માં સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. તે જ સમયે, અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. ગદર 2 ની પ્રોડક્શન કંપની ઝી સ્ટુડિયો અને અનિલ શર્મા પ્રોડક્શન્સ છે.