Bollywood News:અમિતાભ બચ્ચનની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. અમિતાભને આજે સવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ એન્જીયોપ્લાસ્ટી તેના પગમાં લોહીના ગંઠાવા માટે કરવામાં આવી હતી. સામાન્ય રીતે હૃદય માટે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવે છે. બિગ બીએ એન્જીયોપ્લાસ્ટી બાદ ભગવાન અને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે X પર એક સંદેશ ટ્વીટ કર્યો અને લખ્યું, “હંમેશાં આભારી.” બિગ બીના આ ટ્વિટ પર ચાહકોએ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા દર્શાવી હતી અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચને આ વર્ષની શરૂઆતમાં તેમના કાંડા પર સર્જરી કરાવી હતી. તેણે પોતાના બ્લોગમાં આ માહિતી આપી હતી. તેણે સેટ પરથી તસવીરો પણ શેર કરી હતી જેમાં તે અક્ષય કુમાર સાથે તેની કાંડાની ઈજા અંગે ચર્ચા કરતો જોવા મળ્યા હતા. તે દરમિયાન બિગ બી હાથ પર પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા.
અમિતાભ બચ્ચનની હેલ્થ અપડેટ પોસ્ટ પર કોમેન્ટ કરીને ચાહકો તેમને હિંમત આપી રહ્યા છે. એક પ્રશંસકે ટિપ્પણીમાં લખ્યું, “હું પ્રાર્થના કરું છું કે તમે સ્વસ્થ રહો.” જ્યારે બીજાએ લખ્યું, “અમે આશા રાખીએ છીએ કે આપણે મળીશું.” એક યુઝરે લખ્યું, “અમે તમને પ્રેમ કરીએ છીએ. તમે હંમેશા સ્વસ્થ રહો.” અન્ય એક પ્રશંસકે લખ્યું, “તમે હંમેશા આવી ફિલ્મો બનાવતા રહો છો. અમે જોતા રહીશું. તમે કલ્કિનું અપડેટ પણ આપો.”
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
તાજેતરના વર્ષોમાં અમિતાભ બચ્ચનને પણ કોવિડ -19 નો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે તેણે ખુલાસો કર્યો હતો કે તેની ઘણી મેડિકલ એપોઇન્ટમેન્ટ હતી.