Amitabh Bachchan Trolled: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ફેન્સને તેના જીવન સાથે જોડાયેલ અપડેટ્સ આપતા રહે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવાની સાથે બિગ બી બ્લોગ પણ લખે છે. જેમાં તે ફેન્સ સાથે ઘણી જૂની વાતો પણ શેર કરે છે. ફેન્સ બિગ બીને ખૂબ પસંદ કરે છે પરંતુ આ વખતે અમિતાભ બચ્ચને એક ભૂલ કરી છે જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.
T 4822 – तुलसी पे जल, प्रतिदिन 🚩🚩 pic.twitter.com/0gqEBT4l7D
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023
બિગ બીએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા છે જેમાં તેઓ તુલસીને જળ ચઢાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ આમાં બિગ બીએ ભૂલ કરી છે. જેના કારણે તે ટ્રોલના નિશાના પર બની છે. ફોટામાં બિગ બી ડાબા હાથે પાણી ચઢાવતા જોવા મળે છે.
બાળકના શરીર પર ઉભરી રહ્યા છે રામ-રામ અને રાધે-રાધે શબ્દો, ડોક્ટર પણ આશ્ચર્યચકિત
ધ્રુજતી ધરતી અને ડોલતી ઈમારતો… 2023માં 38 વાર ભૂકંપ આવ્યો, જતાં જતાં મોટો ઝાટકો આપવાની પુરી શક્યતા!
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
બિગ બી ટ્રોલ થયા
ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને લખ્યું – તુલસી પર પાણી, દરરોજ…. લોકો બિગ બીની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે કારણ કે તેઓ ફોટામાં ડાબા હાથથી પાણી આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘પાણી બંને હાથે આપવામાં આવે છે.’ જ્યારે બીજાએ લખ્યું- ‘દરરોજ? સાહેબ, તમે રવિવારે તુલસીને પાણી ન આપો. એકે લખ્યું- ‘બચ્ચન સાહેબ પણ પંડિતજી કહે છે રવિવારે નહીં.’