Aaradhya Bachchan: ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. પરંતુ શું તમે જાણો છો કે 11 વર્ષની ઉંમરમાં તે કરોડોની સંપત્તિની માલિક છે.
આરાધ્યા અભિષેક અને ઐશ્વર્યાની એકમાત્ર પુત્રી છે. આ જ કારણ છે કે તે માત્ર દંપતી જ નહીં પરંતુ તેના દાદા અને દાદી પણ ખુબ પ્રેમ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આરાધ્યા માત્ર મોંઘી કાર જ નહીં પરંતુ એક આલીશાન ઘરની પણ માલિક છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આરાધ્યા એક વર્ષની હતી ત્યારે ઐશ્વર્યા અને અભિષેકે તેને લાલ રંગની મિની કૂપર કાર ગિફ્ટ કરી હતી, આ સિવાય અભિષેકે તેને ઓડી a8 પણ ગિફ્ટ કરી હતી.
આ સાથે જ અમિતાભ બચ્ચને તેમના બંગલા જલસા પાછળ બીજો બંગલો ખરીદ્યો હતો જે તેમણે આરાધ્યાને ગિફ્ટ કર્યો હતો. તેની કિંમત 60 કરોડથી વધુ છે.
જણાવી દઈએ કે આ સમયે આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. જેની સ્કૂલ ફંક્શનની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.