Entertainment News: રનબીર કપૂરની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ બમ્પર ઓપનિંગ કરી છે. એટલું જ નહીં, આ ફિલ્મે રજાઓ સિવાયની સૌથી મોટી ઓપનર બનીને ઈતિહાસ રચ્યો છે.
He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/bF8nV2Nw09
— T-Series (@TSeries) December 2, 2023
પ્રથમ દિવસે વિશ્વભરમાં ‘એનિમલ’એ કેટલું કલેક્ટ કર્યું?
આખી દુનિયામાં ‘એનિમલ’ નો તાવ છવાઈ ગયો છે. આ ફિલ્મને માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ વિદેશી બજારમાં પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને આ સાથે ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું છે. ફિલ્મના નિર્માતાઓએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે એનિમલે વિશ્વભરમાં રૂ. 116 કરોડની મજબૂત ઓપનિંગ કરી છે. મેકર્સે એનિમલનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, ‘હિન્દી સિનેમામાં અત્યાર સુધીની સૌથી મોટી નોન-હોલિડે ઓપનિંગ. વિશ્વભરમાં કુલ કમાણી રૂ. 116 કરોડ.
‘પઠાણ’નો રેકોર્ડ તોડ્યો
‘એનિમલ’ એ પહેલા દિવસે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરીને શાહરૂખ ખાનની પઠાણનો રેકોર્ડ તોડ્યો છે. તમને જણાવી દઈએ કે પઠાણે દુનિયાભરમાં 106 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જોકે, એનિમલ શાહરૂખના જવાનનો રેકોર્ડ તોડી શક્યો નહોતો. પ્રથમ દિવસે જવાનનું વિશ્વવ્યાપી કલેક્શન 125.05 કરોડ રૂપિયા હતું. તમને જણાવી દઈએ કે મેઘના ગુલઝારની પીરિયડ ડ્રામા ‘સામ બહાદુર’ સાથે ‘એનિમલ’ રિલીઝ થઈ છે, જેમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે, ‘એનિમલ’એ બોક્સ ઓફિસ પર સામ બહાદુરને ઘણો પાછળ છોડી દીધો છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
‘એનિમલ’એ દેશભરમાં બમ્પર ઓપનિંગ કર્યું
‘એનિમલ’એ તેની રિલીઝના પ્રથમ દિવસે જ વિશ્વભરમાં જ નહીં પરંતુ દેશભરમાં બમ્પર ઓપનિંગ કર્યું છે. સકનીલ્કના રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’એ તેની રિલીઝના પહેલા દિવસે તમામ ભાષાઓમાં કુલ 61 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, ઉલ્લેખનીય છે કે ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ‘એનિમલ’એ શાહરૂખ ખાનની પઠાણ (57 કરોડ), ગદર 2 (40.10 કરોડ) અને ટાઈગર 3 (44.50 કરોડ)ના રેકોર્ડને પણ તોડી નાખ્યા છે.