અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. જોકે, વર્ષ 2018થી તે સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ છે. આમ છતાં તેની કમાણી પર કોઈ અસર થઈ નથી. અનુષ્કા શર્માની કુલ સંપત્તિ 255 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તે એક જાહેરાત માટે 3 કરોડ રૂપિયા ફી લે છે.
અનુષ્કા શર્માનું પોતાનું પ્રોડક્શન છે, જેનું નામ ક્લીન સ્લેટ ફિલ્મ્ઝ છે. તેણે તેના પ્રોડક્શન હાઉસ હેઠળ ‘NH10’, ‘ફિલ્લૌરી’ અને પરી જેવી ફિલ્મો બનાવી છે. આ સિવાય અનુષ્કાએ ઘણી જાણીતી કંપનીઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.
તેમની પાસે મુંબઈમાં સી-ફેસિંગ ઘર છે, જેની કિંમત 34 કરોડ રૂપિયા છે. આ સિવાય અનુષ્કા શર્માનું અલીબાગમાં 19.24 કરોડ રૂપિયાનું ફાર્મહાઉસ છે. અનુષ્કા શર્માના કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર છે. તેણી ઓડી, રેન્જ રોવર અને BMW અને બેન્ટલી જેવી ટોચની બ્રાન્ડ કંપનીઓની કાર ધરાવે છે. તેની તમામ કારની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ‘ચકડા એક્સપ્રેસ’થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરવા જઈ રહી છે. આ એક બાયોપિક ફિલ્મ છે જેમાં અનુષ્કા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. અનુષ્કા શર્માની ફિલ્મ ચકડા એક્સપ્રેસ આ વર્ષના અંતમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.