Cricket News: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા અનુષ્કા અને વિરાટે થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ડેટિંગ કર્યા બાદ જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી સાથે લગ્ન કરતા પહેલા અનુષ્કા શર્માનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું. કહેવાય છે કે અનુષ્કા શર્માએ પોતાના પહેલા પ્રેમ માટે તમામ હદો વટાવી દીધી હતી.
ઝોહૈબ યુસુફ અને અનુષ્કા શર્માના સંબંધોની માહિતી અનુસાર અનુષ્કા શર્માએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. શરૂઆતના દિવસોમાં અનુષ્કા શર્મા મોડલ ઝોહૈબ યુસુફ સાથે રિલેશનશિપમાં હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેની મુલાકાત બેંગ્લોરમાં એક ફેશન શો દરમિયાન થઈ હતી. આ પછી બંને સાથે મુંબઈ આવ્યા હતા.
અનુષ્કા શર્મા ઝોહેબ યુસુફ સાથે મુંબઈ આવી હતી. કહેવાય છે કે ઝોહેબ યુસુફ જ અનુષ્કા શર્માને મુંબઈ લાવ્યો હતો. બંને મુંબઈ આવીને પોતાનું કરિયર બનાવવા માંગતા હતા. બંનેએ મુંબઈમાં રહેવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. બંનેએ ઘણી એડ અને ફિલ્મો માટે ઓડિશન પણ આપ્યા હતા. અનુષ્કા શર્માને ઘણી જગ્યાએથી સકારાત્મક સમાચાર મળી રહ્યા હતા પરંતુ તેના બોયફ્રેન્ડ ઝોહૈબ યુસુફને ક્યાંય કામ મળતું નહોતું.
અનુષ્કાને પહેલું કામ શાહરૂખ ખાન સાથે મળ્યું
આ પછી અનુષ્કા શર્માને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં કામ કરવાની તક મળી પરંતુ તેના બોયફ્રેન્ડ ઝોહૈબ યુસુફને ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ ન મળી શક્યું. છેવટે, થાકીને ઝોહૈબ યુસુફ બેંગ્લોર પાછા ફરવાનું નક્કી કર્યું. ઝોહૈબ યુસુફ ઈચ્છતો હતો કે અનુષ્કા તેની સાથે મુંબઈમાં રહે પરંતુ ત્યાં સુધીમાં અનુષ્કા તેના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી. અનુષ્કાએ તેના બોયફ્રેન્ડ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું.
ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અનુષ્કા શર્માએ તેના બોયફ્રેન્ડ ઝોહૈબ યુસુફને શાહરૂખ ખાન સાથેની ફિલ્મમાં ઓફર મળ્યા બાદ અવગણવાનું શરૂ કરી દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર સાથે કામ મળ્યા બાદ અનુષ્કા શર્માએ તેના બોયફ્રેન્ડ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. અનુષ્કાએ બોલિવૂડમાં પોતાના પગ જમાવવાનું શરૂ કરી દીધું હતું અને આવી સ્થિતિમાં તેણે ઝોહેબ સાથે બ્રેકઅપ કરી લીધું હતું.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
અનુષ્કા શર્માનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું
ફિલ્મોમાં હિરોઈન બન્યા બાદ પણ અનુષ્કા શર્માનું નામ રણવીર સિંહ, શાહિદ કપૂર અને રણબીર કપૂર સહિત ઘણા કલાકારો સાથે જોડાયું હતું. જોકે, તેણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે જ લગ્ન કર્યા હતા. હાલમાં અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ અને બે બાળકો વામિકા અને અકાય સાથે સુખી જીવન જીવી રહી છે.