અનુષ્કા શર્માના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. અભિનેત્રી પણ તેના ચાહકોને નિરાશ કરતી નથી અને ઘણીવાર તેના જીવનની ઝલક ચાહકો માટે Instagram પર શેર કરે છે. તે આ દિવસોમાં માલદીવમાં છે જ્યાંથી તે બીચ પર એન્જોય કરતી પોતાની તસવીરો શેર કરી રહી છે.
અનુષ્કાનો બીચ લૂક જોઈને નેટીઝન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. ફોટામાં અનુષ્કા ઓરેન્જ ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે. ગરમીથી બચવા તેણે માથે ટોપી પહેરી છે. અનુષ્કાએ આ તસવીરો લગભગ 4 કલાક પહેલા શેર કરી છે જેના પર લગભગ 15 લાખ લાઈક્સ આવી ચૂકી છે.
નેટીઝન્સ તેમજ સેલેબ્સે અનુષ્કાના ફોટા પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ફોટામાં તે એટલી સુંદર દેખાઈ રહી છે કે ચાહકો તેની તસવીરો પરથી નજર હટાવી શકતા નથી. તે જ્વેલરી સાથે વધુ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના ચહેરા પર કોઈપણ પ્રકારનો મેકઅપ નથી. તેણે ફોટા સાથેના કેપ્શનમાં લખ્યું, ‘પોતાના ફોટા જાતે જ ક્લિક કરવાનુ પરિણામ.’
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર કુલ બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટોમાં તે કેમેરાને નજીકથી જોતી જોવા મળી રહી છે, જ્યારે બીજા ફોટોમાં તે થોડે દૂર ઉભી હસતી જોવા મળી રહી છે.
આ સિવાય ફોટોમાં સમુદ્ર કિનારા અને વાદળી આકાશનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. અનુષ્કા ચાહકોને વેકેશનના ગોલ આપી રહી છે.
અનુષ્કાને માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ 58.9 મિલિયન લોકો ફોલો કરે છે. કામની વાત કરીએ તો દર્શકો તેને ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં લીડ રોલ કરતા જોવા મળશે. તે લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી.
ચાહકો તેને મોટા પડદા પર જોવા આતુર છે.