Bollywood News: ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેના આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમૃતા પાંડેએ પોતાના ઘરે જ પોતાની સાડીમાંથી ફાંસો બનાવીને પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેને ઈન્ડસ્ટ્રીમાં અન્નપૂર્ણા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મૃતદેહ ભાગલપુરના આદમપુર શિપ ઘાટ સ્થિત દિવ્યધર્મ એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે અમૃતા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતી. અમૃતા થોડો સમય મુંબઈ અને થોડો સમય ભાગલપુરમાં રહેતી હતી. અભિનેત્રી સતત ડિપ્રેસિવ સ્ટેટસ પોસ્ટ કરતી હતી.
વર્ષ 2022માં જ અમૃતા પાંડેએ એનિમેશન એન્જિનિયર ચંદ્રમણિ ઝાંગડ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા તેની ચાર બહેનોમાં સૌથી નાની હતી.
અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડે ભોજપુરી ફિલ્મ ‘દીવાનપન’માં ખેસારી લાલ યાદવ સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં અમૃતાએ બબલી છોકરીની ભૂમિકા ભજવી હતી. તેના પાત્રની લોકોએ ખૂબ પ્રશંસા કરી અને તેને રાતોરાત લાઇમલાઇટમાં લાવી દીધી.
ખેસારી લાલ યાદવ સિવાય અમૃતા પાંડેએ રવિ કિશન જેવા મોટા ભોજપુરી સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત અમૃતાએ પાંડેના ‘લવ સોલ્યુશન’, ‘જલદી લગાવ પિયા નંબર’, ‘હોઠવા કે લાલી કૈસેં’ અને ‘બોતલ ખોલ ભી’ જેવા હિટ ગીતોમાં પણ કામ કર્યું છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
અમૃતા પાંડે ઉર્ફે અન્નપૂર્ણા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. માઈલસ્ટોન હાંસલ કર્યા બાદ અભિનેત્રીનું રહસ્યમય મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.