Abdu Rozik Net Worth: ‘બિગ બોસ 16’ પહેલા ભારતમાં અબ્દુ રોજિકને કોઈ જાણતું ન હતું, પરંતુ આજે તે આખા દેશનો ફેવરિટ બની ગયો છે. 3 ફૂટના અબ્દુએ પોતાની ક્યુટનેસથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. ‘બિગ બોસ 16’થી લોકપ્રિય બનેલા અબ્દુનું નસીબ પણ ચમકી ગયું છે. તે એક બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કરવાનો છે, તેની સાથે તે મુંબઈમાં પોતાનો બિઝનેસ પણ સ્થાપિત કરી રહ્યો છે. હાલમાં જ તેણે ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા છે.
અબ્દુ મુંબઈમાં રેસ્ટોરન્ટ ખોલશે
અબ્દુ રોજિક મુંબઈમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલી રહ્યો છે. તેની રેસ્ટોરન્ટમાં બર્ગર પણ હશે, જે તેનું ફેવરિટ ફૂડ છે. થોડા સમય પહેલા જ્યારે અબ્દુને એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો, ત્યારે તેણે આ ખુશખબર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે તે 6 માર્ચે રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરશે. તે હાલમાં ભારતની બહાર છે, પરંતુ રેસ્ટોરન્ટના લોન્ચિંગ માટે તે ભારત પરત ફરશે. તે ભારતમાં પોતાનું ઘર ખરીદવાનું પણ વિચારી રહ્યો છે.
અબ્દુ રોઝિકની નેટવર્થ
માત્ર 19 વર્ષની ઉંમરે અબ્દુ રોજિક કરોડોના માલિક છે. ‘બિગ બોસ’માં તેને એક ગેમની ઓફર મળી હતી, જે તેના પર જ બને છે. આ સિવાય તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ હતા, જેના કારણે અબ્દુએ વચ્ચે વચ્ચે સલમાન ખાનના શોને અલવિદા કહી દીધું હતું. અબ્દુલનો દુબઈમાં શાહી મહેલ પણ છે. તાજિકિસ્તાનમાં પણ અબ્દુ ગર્વથી જીવે છે. પોતાના સુમધુર અવાજને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત એવા અબ્દુની કુલ સંપત્તિ તમને આશ્ચર્યચકિત કરી દેશે. નાની ઉંમરે, અબ્દુ 2 મિલિયન ડોલરની સંપત્તિનો માલિક છે.
અબ્દુ રોજિક બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
સોનું-ચાંદી ખરીદનારાને જાણે બમ્પર લોટરી લાગી, સીધો 3500 રૂપિયાનો ઘટાડો, હવે એક તોલાના ખાલી આટલા
VIDEO: ખુલ્લેઆમ કારમાં જ ઋતિક અને સબા લિપ કિસ કરતાં ઝડપાયા, ઘણી કોશિશ કરી પણ તોય પકડાઈ જ ગયાં
23 સપ્ટેમ્બર, 2003ના રોજ તાજિકિસ્તાનમાં જન્મેલા અબ્દુ રોજિક જલ્દી બોલિવૂડમાં પગ મુકવા જઈ રહ્યા છે. એવા અહેવાલો છે કે તે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે. આ સિવાય તે યુકે સ્થિત ‘બિગ બ્રધર’ની નવી સીઝનમાં પણ જોવા મળશે. તેની જાહેરાત ખુદ અબ્દુએ ‘બિગ બોસ 16’ના ફિનાલેમાં કરી હતી.