CM યોગી આદિત્યનાથ સાથે ફિલ્મ ‘જેલર’ જોવા જશે સુપરસ્ટાર રજનીકાંત, આજે મુલાકાત કરીને ફાઈનલ કરશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Rajnikant Meet CM Yogi Adityanath: સુપરસ્ટાર રજનીકાંતની ( rajinikanth) ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. દર્શકો આ ફિલ્મ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે અને થિયેટર હાઉસ ફૂલ ચાલી રહ્યા છે અને અભિનેતા ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. દરમિયાન શુક્રવારે સાંજે અભિનેતા રજનીકાંત રાજધાની લખનઉ પહોંચી ગયા છે. શનિવારે રજનીકાંત સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સાથે મુલાકાત કરશે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી સાથે પોતાની ફિલ્મ ‘જેલર’ ( film jailer) જોવા પણ જશે.

 

 

બોલિવૂડ અભિનેતા રજનીકાંત શુક્રવારે સાંજે લખનઉ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં પત્રકારોએ સીએમ યોગી આદિત્યનાથને તેમની મુલાકાત અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી સાથે ફિલ્મ જોશે. આ સાથે જ પત્રકારોએ જ્યારે તેમની ફિલ્મ જેલરની સફળતા અંગે સવાલ કર્યો તો તેમણે ભગવાન તરફ ઇશારો કરીને કહ્યું કે, બધુ જ ભગવાનની કૃપા છે.

 

 

રજનીકાંત સીએમ યોગી સાથે ફિલ્મ જોશે

અભિનેતા રજનીકાંત ત્રણ દિવસની યુપીની મુલાકાતે છે. તે ૧૮ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી યુપીમાં રહેશે. આ સમય દરમિયાન, અભિનેતા અયોધ્યા, મથુરા અને કાશીના મંદિરોની મુલાકાત લઈ શકે છે અને પ્રાર્થના કરી શકે છે. રજનીકાંતે અગાઉ 2021માં ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે રાજ્યના કેટલાક લોકેશનો પર પોતાની ફિલ્મનું શૂટિંગ પણ કર્યું હતું. રજનીકાંત શનિવારે સીએમ યોગીને મળી શકે છે.

 

જો તમે પણ શનિ-રવિ ક્યાંય ફરવાનો પ્લાન કરતા હોય તો પહેલા હવામાન વિભાગનું સાંભળી લેજો, મેઘરાજા ધબધબાટી બોલાવશે

અંબાલાલ પટેલની સાવ નવી જ આગાહી, કહ્યું- હવે માખીનો ત્રાસ વધશે, બધા ત્રાહિમામ પોકારશે, જાણો આવું કેમ?

‘બુધ’ની રાશિમાં મંગળના પ્રવેશથી આ લોકોનું ભાગ્ય સુરજની જેમ ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે પાર વગરની સફળતા!

 

સીએમ યોગી આદિત્યનાથ અને રજનીકાંત બંને આજે સાથે મળીને ફિલ્મ જેલર જોઈ શકે છે. આ પ્રસંગ ખૂબ જ અલગ હશે, કારણ કે મુખ્યમંત્રી વારંવાર ફિલ્મ જોતા નથી, યોગી આદિત્યનાથ ફિલ્મ જોવા ગયા હોય તેવા ઘણા ઓછા પ્રસંગો બન્યા છે. આ પહેલા સીએમ યોગી આદિત્યનાથ પોતાના સમગ્ર મંત્રીમંડળ સાથે ધ કેરળ સ્ટોરી ફિલ્મ જોવા માટે આવ્યા હતા. આ માટે લોકભવનમાં ખાસ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું હતું કે ‘લવ જેહાદ માનવતા વિરુદ્ધ અઘોષિત આતંકવાદનો એજન્ડા છે. આ ફિલ્મ લવ જેહાદ તરફ આખા દેશનું ધ્યાન આકર્ષિત કરે છે. દરેક સભ્ય નાગરિક અને સમાજે આ રોગવિજ્ઞાનથી વાકેફ રહેવું જોઈએ.”

 

 


Share this Article