Celebs favorite destination and networth: તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફિલ્મ સ્ટાર્સના (Movie stars) વેકેશનના ફોટા જોયા હશે. વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે સેલેબ્સ પરિવાર (Celebs family) સાથે એવી જગ્યાઓ પર જાય છે, જ્યાં તેઓ રિલેક્સ થઈ શકે છે અને ક્વોલિટી ટાઈમ વિતાવી શકે છે. ગોવા ઘણા બોલિવૂડ સેલેબ્સનું ફેવરિટ સ્થળ (Favorite place) છે. આ સેલેબ્સ ગોવાને એટલો પ્રેમ કરે છે કે તેમણે અહીં પ્રોપર્ટી પણ ખરીદી છે, જેથી તેઓ જ્યારે ઇચ્છે ત્યારે અહીં આવી શકે.
ગોવામાં જીવન ખૂબ જ સરસ છે અને દરેકને અહીં વેકેશનની ઉજવણી કરવી ગમે છે. અહીં બીચની સુંદરતા અને નાઇટ લાઇફ બધાને આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે સેલેબ્સમાં પણ આ જગ્યા હિટ છે. અક્ષય કુમારથી (akshay kumar) લઈને પ્રિયંકા ચોપરા (priyanka chopra) સુધીનું અહીં સુંદર ઘર છે.
કબીર બેદીની પુત્રી અને અલાયા એફની માતા પૂજા બેદીએ પણ ગોવામાં એક ઘર ખરીદ્યું છે. નોર્થ ગોવમાં તેમનું એક સુંદર ઘર છે, જેનું આર્કિટેક્ચર એકદમ આકર્ષક છે. પૂજાએ પોતાની પસંદ પ્રમાણે ઘરનું ઇન્ટિરિયર પ્લાન કર્યું છે.
આફતાબ શિવદાસાનીને પણ ઠંડક માટે ગોવા ગમે છે. તેમણે અહીં પ્રોપર્ટી પણ લીધી છે. તેનો પોર્ટુગીઝ શૈલીનો વિલા નાગાઓ ગામમાં આવેલો છે. તેઓ ઘણીવાર આરામની શોધમાં અહીં આવે છે.
અભય દેઓલે ઉત્તર ગોવામાં એક સુંદર કાચનું ઘર પણ ખરીદ્યું છે. અભય જ્યારે પણ પોતાની ફિલ્મોમાંથી મુક્ત થાય છે ત્યારે તે અવારનવાર ગોવા પહોંચી જાય છે. આ ઘરની આસપાસ હરિયાળી છે અને તેમાં એક મોટો પૂલ પણ છે.
પ્રિયંકા ચોપરા જ્યારે પણ ભારત આવે છે અથવા તો તેને થોડા દિવસ ભારતમાં ક્યાંક રહેવું પડે છે, ત્યારે તેને ગોવા ગમે છે. પ્રિયંકાએ બગા બીચ પાસે એક સુંદર વિલા ખરીદ્યો છે. હાલમાં જ પરિણીતી ચોપરાએ અહીંથી કેટલાક ફોટો અને વીડિયો પણ શૅર કર્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાની નેટવર્થ 620 કરોડ રૂપિયા છે અને તે એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના અને બાળકો સાથે ઘણી વખત ગોવાની સફર કરી ચૂક્યો છે. ભારતમાં આ તેમનું મનપસંદ સ્થળ છે અને તેઓ અવારનવાર અહીં આવવાનું પસંદ કરે છે. તેની પાસે પોર્ટુગીઝ શૈલીનો બંગલો છે. આ એક સી-ફેસિંગ ઘર છે અને તેને 5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અક્ષય કુમારની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 2414 કરોડ રૂપિયા છે. ઉપરાંત, ‘ઓએમજી 2’ અભિનેતાનો ફી તરીકે ફિલ્મના નફામાં હિસ્સો છે.