આ અભિનેતાના અંડરવેરની થઈ રહી છે હરાજી, કિંમત છે લાખો રૂપિયાથી, જાણો શું છે એવી તો વળી ખાસિયત

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

બ્રેકિંગ બેડ અભિનેતા બ્રાયન ક્રેન્સટન આ દિવસોમાં ચર્ચામાં છે કારણ કે તેના અંડરવેર ઓનલાઈન ઓક્શનમાં વેચાઈ રહ્યા છે જેની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેઓ તેમના મનપસંદ વ્યક્તિ અથવા અભિનેતા સાથે સંબંધિત વસ્તુઓને ખૂબ પસંદ કરે છે અને તેને ખરીદીને પોતાની પાસે રાખવા માંગે છે. આટલું જ નહીં લોકો તેના વપરાયેલા ટિશ્યુ પેપરથી લઈને અંડરવેર સુધીની દરેક વસ્તુ ખરીદવા તૈયાર થઈ જાય છે.

ઓક્શનમાં અંડરવેર ખરીદવા માટે લોકોની લાઈન લાગી

અભિનેતા બ્રાયન ક્રેન્સ્ટનના સામાન સાથે આવું જ થઈ રહ્યું છે. હા, ઓનલાઈન ઓક્શનમાં તેમના અંડરવેર ખરીદવા માટે લોકોની લાઈન લાગી છે. આ અન્ડરવેર ખૂબ જ ખાસ હોય છે. લોકો આ માટે લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છે. અમેરિકન ડોલરમાં તેની કિંમત 5 હજારથી વધુ આંકવામાં આવી રહી છે જ્યારે ભારતીય રૂપિયામાં તે 4 લાખથી વધુમાં વેચાઈ રહ્યું છે. માહિતી અનુસાર હિટ સિરીઝ બ્રેકિંગ બેડના એક્ટર બ્રાયન ક્રેન્સટને સિરીઝમાં કેમેસ્ટ્રી ટીચર તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ તે ડ્રગ માફિયા વોલ્ટર વ્હાઇટ બની ગયો હતો.

મહાશિવરાત્રી 2023: 7 સદીમાં પ્રથમવાર દુર્લભ સંયોગ, 5 મહાયોગમાં થશે શિવપૂજા, નવા કાર્યો માટે શુભ

ભીમાશંકર જ્યોતિર્લિંગનું છે ખાસ રહસ્ય? આ માટે ખુદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા, જાણો આખી કથા

ઘણું વાંચ્યું અને જોયું હશે પણ આજ સુધી તમને શિવના આ અવતાર વિશે ખ્યાન નહીં હોય, શિવરાત્રિ પર જાણો આ નામ

અભિનેતાએ એક જ અન્ડરવેર પહેર્યું હતું. પહેલા એપિસોડમાં તેના કપડામાં અન્ડરવેરની જોડી જોવા મળી હતી. આવી સ્થિતિમાં હવે તેને ખરીદવા માટે લોકોની લાઈન લાગી છે. અન્ડરવેરની જોડીની કિંમત US$2,500 અને US$5,000 વચ્ચે હોઈ શકે છે. ઓનલાઈન હરાજી બિડિંગ માટે ખુલ્લી છે અને મંગળવાર, 28 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.


Share this Article