આદિપુરુષના બેફામ વિરોધ બાદ સૌથી મોટો નિર્ણય, લોકોને આગળના મહીનાથી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ, ડિમાન્ડ પૂરી થઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
ramayan
Share this Article

રામાનંદ સાગરની ફેમસ ટીવી સીરિયલ ‘રામાયણ’ ફરી એકવાર ફેન્સ માટે ટીવી પર પરત ફરી રહી છે. શેમારૂ ટીવીએ જાહેરાત કરી છે કે પૌરાણિક શો 3જી જુલાઈ 2023થી ટેલિકાસ્ટ કરવાનું શરૂ કરશે. 80ના દાયકાના ટીવી શોમાં અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયાએ રામ અને સીતાના પાત્રો ભજવીને લોકોના દિલ પર રાજ કર્યું હતું. સુનીલ લાહિરીએ લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી.

‘રામાયણ’ને ફરીથી પ્રસારિત કરવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રામાનંદ સાગરની ‘રામાયણ’ની સરખામણી નવી ફિલ્મ ‘આદિપુરુષ’ સાથે કરવામાં આવી રહી છે. ‘આદિપુરુષ’, જે હિન્દુ મહાકાવ્ય ‘રામાયણ’ પર આધારિત હોવાનું કહેવાય છે, તેની આકરી ટીકા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં રામ, સીતા, હનુમાન અને રાવણને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, દેવદત્ત નાગે અને સૈફ અલી ખાન છે. તેનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.

ટીવી પર ‘રામાયણ’નું પુનરાગમન

ટીવી શોની એક ટૂંકી ક્લિપ શેર કરીને, ચેનલે તેના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કર્યું, ‘વિશ્વ પ્રસિદ્ધ પૌરાણિક સિરિયલ રામાયણ તમામ ચાહકો અને અમારા દર્શકો માટે પાછી આવી છે. 3જી જુલાઈના રોજ સાંજે 7.30 કલાકે ફક્ત તમારી મનપસંદ ચેનલ શેમારૂ ટીવી પર જુઓ.

https://www.instagram.com/reel/Ct8xRDFP7aa/?utm_source=ig_embed&ig_rid=336195f9-7858-4df5-96d6-ffd98d89e808

ramayan

કોરોના વાયરસમાં પણ પ્રેમ જોવા મળ્યો

કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન ‘રામાયણ’ દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી અને સિરિયલને ફરી એકવાર તેવો જ પ્રેમ મળ્યો જેવો તેને 80ના દાયકામાં મળ્યો હતો.

આ પણ વાંચોઃ

ગુજરાતના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાયા, વાહનો અટવાયા, કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામ, દરેક જિલ્લામાં મુસીબતનો પાર નહીં

આ વર્ષે ગુજરાતમા કેટલો અને ક્યાં સુધી વરસાદ પડશે, કેવુ રહેશે ચોમાસું? વરતારો જાણીને ચોંકી જશો, આ રીતે નકકી થાય

‘આદિપુરુષ’ની ટીકા

‘આદિપુરુષ’ની વાત કરીએ તો તેને શરૂઆતથી જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે VFX અને પાત્રોના કપડાને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મેકર્સે ફેરફારની જાહેરાત કરી અને ફિલ્મની રિલીઝ ડેટ પણ આગળ ધપાવવામાં આવી. આ પછી જ્યારે ફાઈનલ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ડાયલોગ્સને લઈને પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.


Share this Article