એક ટીવી સ્ટારે ઈન્સ્ટાગ્રામ પર એક દર્દનાક સ્ટોરી શેર કરી છે. રિયાલિટી ટીવી સ્ટારે જણાવ્યું કે તે ટ્રિપ દરમિયાન સૂઈ ગઈ હતી. આનો ફાયદો ઉઠાવીને ટેક્સી ડ્રાઈવર પાછળની સીટ પર પહોંચી ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું. રિયાલિટી શો લવ આઇલેન્ડની સ્ટાર મૌરા હિગિન્સ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના ચાહકો સાથે પ્રશ્ન અને જવાબ સેશન કરી રહી હતી. આ દરમિયાન એક ચાહકે તેને એક પુરુષ સાથેના તેના સૌથી ખરાબ અનુભવ વિશે પૂછ્યું.
31 વર્ષીય મૌરાએ પોતાનો સૌથી ખરાબ અનુભવ શેર કરતા કહ્યું- મેં અત્યાર સુધીના સૌથી ખરાબ અનુભવ વિશે કોઈને કહ્યું નથી અને મને લાગે છે કે હું હજુ તેના માટે તૈયાર નથી. મને લાગે છે કે મારી સાથે જે બન્યું તે સૌથી ડરામણી બાબત હતી. રિયાલિટી શો સ્ટારે કહ્યું- ઘણા સમય પહેલા આયર્લેન્ડમાં એક ટેક્સી ડ્રાઈવર સાથે એક ઘટના બની હતી. હું મૂર્ખ હતી, મને ઊંઘ આવી ગઈ હતી.
મૌરાએ આગળ કહ્યું- હું સૂઈ ગઈ હતી. મારા મિત્રો મારી પહેલા નીચે ઉતરી ગયા હતા અને હું કેબમાં એકલી રહી ગઈ. ઊંઘનો ફાયદો ઉઠાવીને ટેક્સી ડ્રાઈવર તેની પાછળની સીટ પર પહોંચી ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું. મને તરત જ હોશ આવ્યો. મને તરત જ તેનો ટેક્સી નંબર યાદ આવ્યો અને બીજા દિવસે પણ મને તે યાદ આવી ગયો.
રિયાલિટી સ્ટારે આ ઘટના વિશે વધુ કંઈ જણાવ્યું નથી. તેણે આ ઘટના અંગે કોઈ રિપોર્ટ નોંધાવ્યો હતો કે નહીં તે જણાવ્યું ન હતું. લવ આઇલેન્ડની 2019 સીઝન દરમિયાન મૌરા ચર્ચામાં આવી હતી. તેણીએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ કર્ટિસ પ્રિચાર્ડ સાથે રિયાલિટી શોની આ સિઝનમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. શો છોડ્યા બાદ તેણે ઘણી બ્રાન્ડ્સ સાથે ડીલ કરી હતી. મૌરાને ઈન્સ્ટાગ્રામ પર 35 લાખથી વધુ લોકો ફોલો કરે છે. મૌરાની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયાની આસપાસ છે.