Deepika Padukone Dress and Necklace Price : બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર કરણ જોહરનો (Karan Johar) લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ 8′ (Coffee With Karan 8’) શરૂ થઈ ગયો છે. શો શરૂ થતા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ શોના પહેલા એપિસોડમાં બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ (Deepika Padukone) પોતાના રિયલ લાઇફ પતિ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) સાથે મહેમાન તરીકે પહોંચી હતી.
આ સાથે જ દીપિકા અને રણવીર શોમાં રોયલ લુકમાં જોવા મળ્યા હતા. દીપિકાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો તો તેનો પતિ રણવીર સિંહ પણ બ્લેક બ્લેઝરમાં હાથમાં હાથ નાંખીને ખૂબ જ હાથોમાં હાથ નાખીને નજરે પડી રહ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ શોમાં દીપિકા પાદુકોણે જે બ્લેક ડ્રેસ અને નેકલેસ પહેર્યો હતો તેની કિંમત કેટલી છે? કિંમત જાણીને તમારા હોશ ઉડી શકે છે.
દીપિકા પાદુકોણે વિક્ટોરિયા બેકહામનો બ્રાન્ડ ડ્રેસ પહેર્યો હતો
કરણ જોહરના શોમાં દીપિકા પદુકોણ બ્લેક કટઆઉટ ડ્રેસમાં પોતાનો કાતિલ અંદાજ દેખાડી રહી હતી. દીપિકાનો આ આઉટફિટ એક ડીપનેક બોડીકોન ડ્રેસ છે જે તેના પર પરફેક્ટ લાગતો હતો. દીપિકાનો આ ડ્રેસ વિક્ટોરિયા બેકહામની બ્રાન્ડનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કિંમત 999 ડોલર એટલે કે લગભગ 83 હજાર રૂપિયા છે. આવી સ્થિતિમાં, તમે દીપિકાના ડ્રેસની કિંમતે આઇફોન મેળવી શકો છો.
View this post on Instagram
દીપિકા પાદુકોણે પહેર્યો હતો લાખોનો નેકલેસ
વિક્ટોરિયા બેકહામનો આ ડ્રેસ સ્લીવલેસ હતો, જેણે દીપિકા પાદુકોણના સ્લિમ ફિગરને સુંદર રીતે વધાર્યું હતું. આ સિવાય દીપિકા પાદુકોણે સ્ટેટમેન્ટ કાર્ટિયર નેકલેસ પહેર્યો હતો જે તેના આઉટફિટમાં લક્ઝરી ઉમેરી રહ્યો હતો. 18K રોઝ ગોલ્ડમાં કાર્ટિયર જસ્ટ વૂલ ક્લૂ નેકલેસ 65 વૈભવી-કટ હીરાથી શણગારવામાં આવ્યો છે અને તેની કિંમત 30 લાખ રૂપિયાથી 35 લાખ રૂપિયાની વચ્ચે છે. જો કે દીપિકાએ આ નેકલેસનું ‘બિગ મોડલ’ પહેર્યું છે તો તેની કિંમત 90 લાખ રૂપિયાની આસપાસ છે.
બે છોકરીએ બાઈક પર શરમ નેવે મૂકી, હેન્ડલ છોડી દઈ હગ કરી લિપ કિસ કરી, VIDEO જોઈ લોકોનું માથું ફરી ગયું
ભારતીય નેવીમાં નોકરીની મોટી તક, પગાર પણ 50,000 હજારથી વધુ, કાલે જ છેલ્લો દિવસ છે જલ્દી અરજી કરી દો
દિવાળી પહેલા કેમ ચોધાર આંસુડે રડાવી રહી છે ડુંગળી? અહીં સમજો મોંઘી થવા પાછળનું આખું ગણિત
દીપિકાના મેકઅપના થઈ રહ્યા છે વખાણ
દીપિકા પાદુકોણે બ્રોન્ઝ મેકઅપ, ખુલ્લા કર્લી હેર, સ્મોકી આઇ અને ગળામાં ક્યૂટ નેકલેસ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો હતો. દીપિકા પાદુકોણના દમદાર મેકઅપની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઇ રહી છે. સાથે જ રણવીર સિંહ પણ આ દરમિયાન ઓલ બ્લેક લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ શોનો પહેલો એપિસોડ પણ લોકોને પસંદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ એપિસોડમાં દીપિકા અને રણવીરે પોતાની લવ સ્ટોરી અને લગ્નને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે. વળી, આ શોમાં પહેલીવાર બંનેના લગ્નનો વીડિયો પણ લોકોને બતાવવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને શોનો હોસ્ટ કરણ જોહર પોતે પણ ભાવુક થઈ ગયો હતો.