Bollywood News: દીપિકાએ કહ્યું કે જ્યારે તે રણવીર સાથે રિલેશનશિપમાં હતી અથવા તેના વિશે વિચારતી હતી ત્યારે તે અન્ય લોકોને ડેટ કરતી હતી અને સીન કરતી હતી. જોકે, જ્યારે રણવીરે તેને પ્રપોઝ કર્યું ત્યારે તે સંપૂર્ણ રીતે તેની બની ગઈ હતી. આ કારણે, દીપિકાના ચાહકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા હતા અને હવે આપણે જોઈએ દીપિકાના લવ અફેર વિશે…
1. દીપિકા-મહેન્દ્ર સિંહ ધોની
દીપિકા પાદુકોણે 2007માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રી ઘણી લોકપ્રિય બની હતી. જે બાદ ધોની સાથેના તેના અફેરના સમાચારો આવવા લાગ્યા હતા. આ બંને ત્યારે લાઈમલાઈટમાં આવ્યા જ્યારે તેઓ એકસાથે રેમ્પ વોકમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં એક વખત દીપિકા મેચ દરમિયાન ધોનીને ચીયર કરવા પણ આવી હતી. જો કે તેમના અફેરના સમાચાર ભલે ગમે તેટલા હેડલાઇન્સમાં હોય, પરંતુ બંનેએ ક્યારેય આ વિશે વાત કરી નથી. એકબીજા સાથે અફેર હોવા અંગે બંને તરફથી ક્યારેય કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
2.દીપિકા-યુવરાજ
ધોની અને દીપિકાના સંબંધોએ ઘણી હેડલાઇન્સ બનાવી, પરંતુ તેમની વાર્તા ક્યારેય પૂર્ણ થઈ શકી નહીં. વાસ્તવમાં યુવરાજ સિંહ સાથે દીપિકાના અફેરના સમાચાર પણ આવવા લાગ્યા હતા. કહેવાય છે કે આ જ કારણે ધોનીએ દીપિકાથી દૂરી બનાવી લીધી અને બંનેની વાર્તા અધૂરી રહી ગઈ. જોકે થોડા સમય બાદ યુવરાજ અને દીપિકાના સંબંધોના સમાચાર પણ બંધ થઈ ગયા હતા.
3. દીપિકા- રણબીર કપૂર
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણના અફેરની ઘણી ચર્ચાઓ થઈ હતી. કહેવાય છે કે દીપિકા પાદુકોણ એક્ટર રણબીર કપૂરના પ્રેમમાં પાગલ હતી. દીપિકાએ પ્રેમમાં પોતાના શરીર પર રણબીર કપૂરના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને દિલ ફેક આશિક રણબીર કપૂરે કેટરિના કૈફના કારણે દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપ કરી લીધું.
4. નિહાર પંડ્યા -દીપિકા પાદુકોણ
નિહાર પંડ્યા અને દીપિકા પાદુકોણની પહેલી મુલાકાત વર્ષ 2005માં મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. તે સમયે બંને મોડલિંગ કરતા હતા, બંને ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા સાથે રહેતા હતા, પરંતુ બોલિવૂડમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ દીપિકાએ નિહાર પંડ્યા સાથે બ્રેકઅપ કરી લીધું હતું.
5.દીપિકા પાદુકોણ-સિદ્ધાર્થ માલ્યા
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને બિઝનેસ ટાયકૂન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. તેમના અફેર વિશે ઘણી વાતો થઈ હતી, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કહેવાય છે કે દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાર્થ માલ્યાનું વર્તન ખરાબ થઈ રહ્યું હતું. સિદ્ધાર્થની ઘણી એક્ટિવિટીને કારણે દીપિકાને પરેશાનીઓ થવા લાગી. આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણે પોતે સિદ્ધાર્થને છોડવાનો નિર્ણય લીધો હતો.
ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી
‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે…
6. દીપિકા પાદુકોણ- ઉપેન પટેલ
દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલ મોડલિંગના સમયથી એકબીજાને ઓળખતા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનો નિર્ણય લીધો હતો. દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલે તેમના સંબંધો વિશે ક્યારેય કોઈની સાથે વાત કરી ન હતી અને ન તો તેઓએ તેને ગંભીર ગણ્યું હતું.