ધર્મેન્દ્રના ભાઈને 40 વર્ષની ઉંમરે જ ધોળા દિવસે ગોળી મારીને પતાવી દીધો’તો, આજદિન સુધી હત્યારો મળ્યો નથી

Desk Editor
By Desk Editor
Share this Article

બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના જાણીતા સ્ટાર છે. તેમણે હિન્દી સિનેમામાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે, અને 87 વર્ષની ઉંમરમાં પણ અભિનેતા બૉલીવુડમાં સક્રિય છે અને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા ધર્મેન્દ્રના ભાઈ વિરેન્દ્ર સિંહ દેઓલ પણ પોતાના જમાનામાં પંજાબી ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા અને તે પણ લગભગ ધર્મેન્દ્ર જેવા દેખાતા હતા, પરંતુ 35 વર્ષ પહેલા ધર્મેન્દ્રના ભાઈ વિરેન્દ્રની 40 વર્ષની ઉંમરે સેટ પર ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી.

 

 

વાસ્તવમાં એક સમય હતો જ્યારે ધર્મેન્દ્રના ભાઈ વિરેન્દ્ર સિંહ પંજાબી ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા. વીરેન્દ્ર દેખાવમાં લગભગ ધર્મેન્દ્ર જેવો જ હતો. એટલે જ તેમને પંજાબી સિનેમાના ધર્મેન્દ્ર પણ કહેવામાં આવતા હતા. વિરેન્દ્ર માત્ર એક મહાન અભિનેતા જ નહીં પરંતુ એક સારા ફિલ્મ નિર્માતા પણ હતા. જેમણે 25 ફિલ્મો કરી અને તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ.

ધર્મેન્દ્ર તેના ભાઈની ખોટથી ભાંગી પડ્યો હતો

જ્યારે ધીરે ધીરે વિરેન્દ્ર સિંહ ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા લાગ્યા અને આ સફળતા તેમના મૃત્યુનું કારણ બની ગઈ. કહેવાય છે કે વિરેન્દ્રની સફળતાથી લોકો સળગવા લાગ્યા હતા. ત્યાર બાદ 6 ડિસેમ્બર 1988ના રોજ વિરેન્દ્રના જીવનમાં તે ક્ષણ આવી. જેની કોઈને અપેક્ષા નહોતી. ફિલ્મ જત્તે ઝમીનના શૂટિંગ દરમિયાન વીરેન્દ્ર સિંહની સેટ પર જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

 

 

 

આ સમાચારે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં માત્ર હલચલ મચાવી દીધી હતી, પરંતુ પોતાના ભાઈને ગુમાવ્યા બાદ ધર્મેન્દ્ર પણ ખૂબ જ તૂટી ગયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધી તેની હત્યા કોણે કરી તેનું રહસ્ય છે કારણ કે તે સમયે પંજાબમાં ફાયરિંગની ઘટનાઓ બનતી હતી. આથી તેની હત્યા કરનાર હત્યારો આજદિન સુધી મળ્યો નથી.

 

હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર

શું ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી નહેરુની બરાબરી કરશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા

મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો

 

 

વિરેન્દ્રની ફિલ્મી કારકિર્દી

તમને જણાવી દઈએ કે વિરેન્દ્રએ 1975માં ફિલ્મ ‘તેરી મેરી એક જીંદડી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્રએ પણ તેની સાથે મહત્ત્વનો રોલ કર્યો હતો. આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી અને વિરેન્દ્રની કારકિર્દી આગળ વધી હતી. આ પછી તેમણે ‘ધરમ જીત’ (1975), ‘કુંવારા મામા’ (1979), ‘જટ્ટ શૂર્મે’ (1983), ‘રાંઝા મેરા યાર’ (1984) અને ‘વારી જટ્ટ’ (198) જેવી 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વિરેન્દ્ર એક્ટર હોવાની સાથે લેખક, નિર્દેશક અને નિર્માતા પણ હતા.

 


Share this Article