દશા પટણી કંઇપણ કરે તો તે સમાચારો આવી જાય છે. પછી ભલે તે તેમનો સ્ટાઇલિશ ડ્રેસિંગ લુક હોય કે પછી તેમની ફિટનેસનો વીડિયો. હવે જ્યારે આ હસીના તૈયાર થઇને ઘરેથી નિકલી તો ચર્ચા તો થવાની જ હતી. આ વખતે દિશા પટની બે કારણોના લીધે ચર્ચામાં છે. પહેલું કારણ તેમનો સ્ટાલિશ લુક અને બીજું માચીસની ડબ્બી જેટલું તેમનું પર્સ.
જાેકે ગુરૂવારે રાત્રે ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને નવાજદ્દીન સિદ્દિકીની ફિલ્મ હિરોપંતી ૨ ની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી જેમાં ટાઇગર શ્રોફની રૂમર્ડ ગર્લફ્રેન્ડ દિશા પટની જ્યારે પહોંચી તો બધાની નજર તેમના પર અટકી ગઇ. દિશા પટની સ્પેશિયલ ઇવેન્ટ પર પર્પલ કલરનો મિની ડ્રેસ પહેર્યો હતો જેમાં તે એકદમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ જાેવા મળી હતી.
પોતાના લુકને તેમણે કર્લી હેરસ્ટાઇલ, મેચિંગ ઇયરિંગ અને હાઇ હીલ્સ વડે કમ્પલીટ કર્યો હતો. તેમના લુકથી જેવી નજર હટી તો દરેકનું ધ્યાન ખેંચી લીધું તેમના શોર્ટ, લિટિલ ક્યૂટ પર્સે. બિલકુલ નાનકડું પર્સ હવે ખૂબ ચર્ચામાં છે અને આ હસીન અંદાજ. ભલે તે નાનકડું પર્સ હોય પરંતુ તેની કિંમત જાણી લેશો તો તમને મોટો આંચકો લાગશે.
જાેકે આ નાનકડા પર્સની કિંમત એટલી છેકે તમે સરળતાથી ૨ ટનનું એસી ખરીદી શકો છો. મીડિયા રિપોર્ટ્સના અનુસાર આ પર્સ લગભગ ૪૬ હજાર રૂપિયાનું છે. તો બીજી તરફ આ નાનકડા પર્સની કિંમત વાયરલ થઇ છે ત્યારથી દરેક તેની ખાસિયત જાણવા માંગે છે. તો બીજી તરફ પર્સ જ નહી પરંતુ દિશા આ સ્ક્રીનિંગ પર જે ડ્રેસ પહેરીને પહોંચી હતી તે પણ ખૂબ કિંમતી છે. આ ડ્રેસની કિંમત લગભગ ૧ લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.