આ વિલને ભૂક્કા કાઢી નાખ્યાં, 300 કરતા પણ વધારે રેપ સીન કર્યાં, માતા પણ એવી ગુસ્સે થઈ કે ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, પણ જિંદગીમાં….

Lok Patrika Desk
By Lok Patrika Desk
ranjit
Share this Article

એક્ટર રણજીત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર્સમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રંજીતે પોતાના કરિયરમાં લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાંથી 300 ફિલ્મો એવી હતી જેમાં રણજીતને રેપ કરતો બતાવવામાં આવ્યો હતો. વિલનની ભૂમિકામાં રણજિત એટલો લોકપ્રિય હતો કે છોકરીઓ તેને ખરેખર ખરાબ વ્યક્તિ માનવા લાગી. ફિલ્મોમાં બળાત્કારના દ્રશ્યો કરવાને કારણે છોકરીઓમાં તેની ઈમેજ ઘણી ખરાબ થઈ ગઈ હતી. જો કે, આજે અમે તમને રણજીતના જીવન સાથે જોડાયેલી એક વાસ્તવિક પરંતુ ફની વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ.

ranjit

રણજીતની ફિલ્મ જોઈને ઘરમાં હોબાળો મચી ગયો હતો

રણજિત એકવાર તેના આખા પરિવારને તેની એક ફિલ્મ જોવા માટે લઈ ગયો. આ કહાની રણજીતે પોતે એક ઈન્ટરવ્યુમાં કહી હતી, અભિનેતાએ જણાવ્યું હતું કે તેને ફિલ્મમાં રેપ કરતો બતાવવામાં આવ્યો હતો. અભિનેતાના કહેવા પ્રમાણે, તેની ફિલ્મ જોયા બાદ ઘરમાં ઘણો હંગામો થયો હતો, રંજીતના કહેવા પ્રમાણે, તેની માતાએ તેને ઘર છોડી દેવાનો આદેશ પણ આપ્યો હતો, અને કહ્યું હતું કે, ‘છોકરીઓની છેડતી કરવી, તેમના કપડા ફાડવું અને બળાત્કાર કરવો, શું આ તારું કામ છે, મારા ઘરની બહાર નીકળી જાવ’. જો રણજીતની વાત માનીએ તો તેને પરિવારના સભ્યોને સમજાવવામાં ઘણો સમય લાગ્યો કે આ બધું વાસ્તવિક નથી પરંતુ શૂટિંગનો એક ભાગ છે.

ranjit

સૌરાષ્ટ્રને બરાબરનું ધમરોળ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં વાદળ ફાટશે, ઝડપી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

160 કિલોમીટરની ઝડપે આવતી કારે અમદાવાદમાં 9 લોકોનો જીવતા જ મારી નાખ્યાં, રાજકોટના શખ્સે માનવતા નેવે મૂકીને કારનામું કર્યું

જ્યારે માધુરી રણજીત સાથે રેપ સીન આપવા માટે નર્વસ હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર રણજીતને માધુરી સાથે રેપ સીન શૂટ કરવાનો હતો. કહેવાય છે કે માધુરી આ રેપ સીન શૂટ કરવા માટે તૈયાર ન હતી અને અત્યંત નર્વસ હતી. જો કે, બાદમાં માધુરી આ સીન માટે સંમત થઈ ગઈ હતી અને અભિનેત્રીએ પણ પછીથી સ્વીકાર્યું હતું કે તેને લાગ્યું નથી કે રંજીતે તેને સ્પર્શ પણ કર્યો હતો.


Share this Article