Gujarat News: ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી ખાતે રવિવારે યોજાનાર 69મા ફિલ્મફેર એવોર્ડ યોજાઇ રહ્યો છે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ પર શનિવારે સાંજથી જ ચાર્ટર્ડ પ્લેનની મુવમેન્ટ જોવા મળી હતી.
Janhvi Kapoor slays in black, adding glamour to the Filmfare Awards night🔥
.
.#janhvikapoor pic.twitter.com/nEpBsWjkk4
— Bollywoodkavya (@bollywoodkavya) January 28, 2024
બે દિવસમાં 50થી વધુ ચાર્ટર્ડ પ્લેનની મુવમેન્ટ જોવા મળશે. કેટલાક સ્ટાર શનિવારે સાંજે જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને રવિવારે સવારથી જ બોલીવુડ સ્ટાર સાથે ફિલ્મ ડિરેક્ટરો, સંગીતકારોનો જમાવડો પણ જોવા મળશે. આ સાથે કેટલાક સ્ટાર ચાર્ટર્ડ પ્લેનમાં આવવાના હોવાથી એરપોર્ટ પર ચાર્ટર્ડ મુવમેન્ટ સામાન્ય દિવસો કરતાં વધુ રહેશે.
રાજ્યમાં પ્રથમવાર ગિફ્ટ સિટી ખાતે યોજાનાર 69મા ફિલ્મફેર એવોર્ડમાં બોલીવુડ સહિતના ડિરેક્ટરો, સંગીતકારો, બોલીવુડ સ્ટાર ગિફ્ટ સિટી ખાતે આવી પહોંચવાના છે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ પર શનિવારની સાંજથી બોલીવુડના સ્ટારની અવરજવર જોવા મળી હતી. રવિવારે બોલીવુડના દિગ્ગજો અને એક્ટસોંની અવરજવર થતાં બે દિવસમાં ચાર્ટર્ડ પ્લેનની મુવમેન્ટ પણ સામાન્ય દિવસો કરતા વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સામાન્ય દિવસોમાં 20થી 25 ચાર્ટર્ડની મુવમેન્ટ જોવા મળતી હોય છે. જે બે દિવસમાં 50થી વધુ ચાર્ટર્ડની મુવમેન્ટ થવાની શક્યતાઓ પણ એરપોર્ટના સૂત્રો જણાવી રહ્યા છે.