Bollywood News: તારા સિંહ અને સકીના બનીને સની દેઓલ અને અમીષા પટેલ સ્ક્રીન પર કમાણીના મામલે ઘણો ધૂમ મચાવી રહ્યા છે. પહેલા જ દિવસથી ફિલ્મે બમ્પર કમાણીનો સિલસિલો શરૂ કર્યો છે અને માત્ર 18 દિવસમાં જ ફિલ્મે 460.65 કરોડની કમાણી કરી લીધી છે. જોકે ત્રીજા સોમવારે કમાણી થોડી ધીમી હતી, પરંતુ હવે નિર્માતાઓએ તેને પણ વધારવાની વ્યવસ્થા કરી છે.
ગદર 2 ને 500 કરોડની ક્લબમાં સામેલ થવા માટે લગભગ 40 કરોડ વધુ કમાવવા પડશે, પરંતુ ધીમી ગતિએ આ આંકડાને સ્પર્શ કરવો થોડો મુશ્કેલ હશે. આ દરમિયાન નિર્માતાઓ એક મોટી ઓફર લઈને આવ્યા છે. રક્ષાબંધનના અવસર પર સની દેઓલની ફિલ્મ માટે ‘બાઈ 2 ગેટ 2’ની ઑફર જારી કરવામાં આવી છે. એટલે કે, જો તમે આ ફિલ્મ માટે બે ટિકિટ ખરીદો છો, તો તમને બે ટિકિટ મફતમાં મળશે.
આ ઑફર માટે એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેના પર લખવામાં આવ્યું છે કે, ‘આ રક્ષાબંધન તમારા આખા પરિવાર સાથે સેલિબ્રેટ કરો.’ તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ માટે આવી ઑફર આવી હોય, પરંતુ આ વર્ષે શાહરૂખ ખાન પઠાણ માટે પણ મેકર્સે આવી ઓફર કરી હતી. તે ઓફરના કારણે ફિલ્મની કમાણીને પણ ફાયદો થયો હતો. પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર 543 કરોડની કમાણી કરી હતી, જ્યારે વિશ્વભરમાં આંકડો 1000 કરોડને પાર કરી ગયો હતો.
રક્ષાબંધન પહેલા નાની બહેને મોટા ભાઈને કીડનીનું દાન આપીને જીવ બચાવ્યો, આખા ભારતે દીકરીના વખાણ કર્યા
સોના-ચાંદીના ભાવમાં ફરીથી તોતિંગ વધારો થયો, ખરીદવાનો પ્લાન છે તો જાણી લો એક તોલાના નવા ભાવ
ગદરની જેમ ગદર 2નું પણ નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ ઉપરાંત ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરની જોડી પણ જોવા મળી છે. પહેલા ભાગમાં દિવંગત અભિનેતા અમરીશ પુરી વિલનની ભૂમિકામાં હતા, જ્યારે મનીષ વાધવા આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળે છે. અગાઉ તે પઠાણમાં પણ જોવા મળ્યો હતો. ગદર 2 બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની OMG 2 સાથે ટકરાઈ હતી, પરંતુ સની દેઓલની ફિલ્મ OMGને માત આપી હતી.