KBC 15 કૌન બનેગા કરોડપતિ ખૂબ જ લોકપ્રિય રિયાલિટી શો છે. પણ આ શૉમાં કેટલાક એવા પણ કન્ટેસ્ટ આવે છે જેનાથી બિગ બીને પણ મજા આવી જાય છે. તો કેટલાક એવા આવે છે જેમાં અમિતાભને પણ મજા નથી આવતી. KBC 15 ના જુનિયર સ્પેશિયલના તાજેતરના એપિસોડમાં 12 વર્ષનો મયંક દેખાયો. તેણે પોતાના જ્ઞાનથી અમિતાભ બચ્ચનને ખૂબ પ્રભાવિત કર્યા.
કહેવાય છે કે જ્ઞાનની કોઈ ઉંમર હોતી નથી. તેમજ પ્રતિભા કોઈના પર નિર્ભર નથી. ‘કૌન બનેગા કરોડપતિ’ના લેટેસ્ટ એપિસોડમાં 12 વર્ષના મયંકે આ વાત સાચી સાબિત કરી છે. અમિતાભ બચ્ચનની સામેની હોટ સીટ પર બેઠેલા મયંકે તેમના ઝડપી શબ્દો અને જવાબોથી તેમને ચોંકાવી દીધા હતા. મયંક માત્ર શબ્દોથી જ સમૃદ્ધ નથી, પરંતુ તે જ્ઞાનથી પણ ભરપૂર છે.
આ અઠવાડિયે ‘કૌન બનેગા કરોડપતિ જુનિયર્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોટ સીટ પર હોસ્ટ અમિતાભ બચ્ચન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપે છે. આ વખતે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો 8 ધોરણનો વિદ્યાર્થી મયંક આવ્યો હતો. ફાસ્ટેસ્ટ ફિંગર ટેસ્ટમાં સૌથી ઝડપી જવાબ આપ્યા બાદ તેને ગેમ રમવાની તક મળી.
બિગ બી દ્વારા પૂછવામાં આવેલા સવાલોના સાચા જવાબો આપીને મયંકે એક કરોડની રકમ જીતી લીધી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે પરિવારને ફોન કરીને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, આ શૉમાં જુનિયર્સમાં પહેલો કરોડપતિ બન્યો છે. મયંક એક કરોડની રકમ જીતીને ‘KBC 15’નો સૌથી યુવા કરોડપતિ બન્યો છે. આટલું જ નહીં પરંતુ તે આ સીઝનનો સૌથી યુવા સ્પર્ધક પણ છે જેણે 7 કરોડ રૂપિયાના સવાલ સુધી પહોંચ્યો છે.
મયંક 12 વર્ષનો છે, પરંતુ તેને તેની ઉંમર કરતાં પણ વધુ જ્ઞાન છે. અમિતાભ બચ્ચન પોતે પણ તેમની આવડતથી પ્રભાવિત જણાતા હતા. અમિતાભ બચ્ચનને પણ મયંકની સવાલોના જવાબ આપવાની રીત પસંદ પડી હતી. એટલું જ નહીં પરંતુ આ જુનિયર સ્પર્ધકે બિગ બીની સામે પોતાના સપનાની વાત પણ કરી. મયંકે કહ્યું કે તે કોઈ ગુપ્ત રાખવા માંગતો નથી અને તેના માટે આકાશ સીમા છે.