કૌશિક સિંધવ નાટ્ય ફળિયાના
હેમલ જાજલ સર્જિત અભિનિત
પ્રેરણાદાયી શોર્ટ ફિલ્મ MBA
આજનો યુવાન થોડીઘણી તકલીફ અથવા તો નિષ્ફળતાને કારણે હતાશા માં સરી પડે છે, ફરી પ્રયત્નો કરવાથી તે હામ ખોઈ બેસે છે, કૌશિક સિંધવ નાટ્યફળિયુંના તાલીમાર્થી હેમલ જાજલ એ આવા નિરાશ યુવાનો માટે પ્રેણારૂપ બને તેવી નવ મિનિટની શોર્ટ ફિલ્મ “MBA”(મેહનત, બુદ્ધિ અને આત્મવિશ્વાસ નું સ્વતંત્ર પણે સર્જીત કર્યું છે દિગદર્શક અને લેખન નિલેશ બ્રહ્મભટ્ટ નું છે.
માત્ર બે પાત્રો ની ફિલ્મ માં અતુલ લાખણી થતા હેમલ જાજલ એ પણ અભિનય કર્યો છે “હેમલ જાજલ પ્રોડકશન” સર્ચ કરવાથી યૂટ્યૂબ પર આ ફિલ્મ જોઈ શકાશે આ ફિલ્મ નું સંગીત કમલેશ વૈદ્ય, એડિટિંગ હરિઓમ મેહતા અને સિનેમેટોગ્રાફી નયન પટેલ ની છે.