આ છે અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મો, એકલામાં જોવાની આજે પણ કોઇની હિંમત નથી, ડરના માર્યા કાંપશે હાથ-પગ

Desk Editor
By Desk Editor
Share this Article

Entertainment News: ફિલ્મો લોકોને હસાવે છે, રડાવે છે, પ્રેમ કરતા શીખવાડે છે અને ડરાવે પણ છે. હૉલિવુડ હોય કે બૉલિવુડ દર્શકો માટે અલગ અલગ પ્રકારની ફિલ્મો બનતી જ રહે છે. જો કે આજે તમને એવી ફિલ્મો વિશે જણાવીએ જે અત્યાર સુધીની સૌથી ભયાનક ફિલ્મોમાં ટોપ 5 પર આવે છે. આ ફિલ્મો એવી છે જેને એકલામાં જોવાની હિંમત કોઈ કરી શક્યું નથી અને જે કરે તે દિવસો સુધી રાત્રે નિરાંતે સુઈ શક્યું નથી.

ધ એક્સૉરસિસ્ટ

આ એક હોલિવુડ ફિલ્મ છે જેને જોઈને તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે. આ ફિલ્મથી વધુ ભયંકર ફિલ્મ તમે જોઈ નહીં હોય. આ ફિલ્મમાં કેટલાક સીન એવા છે જેને જોઈને તમારી પણ ચીસ નીકળી જશે. 1973 માં આવેલી આ ફિલ્મની વાર્તા એક યુવતી આસપાસ ફરે છે જેના પર ભૂતનો પ્રભાવ હોય છે.

હૈલૉવીન

આ યાદીમાં બીજો નંબર આવે છે 1978માં આવેલી ફિલ્મ હૈલૉવીનનો. હોલીવુડની આ ફિલ્મ એવી છે જેને જોનાર દર્શક ઘણા દિવસો સુધી રાત્રે સૂઈ શકતા નથી તેઓ ડરીને જાગી જાય છે. આ ફિલ્મના સીન અને મ્યુઝિક તમારા પણ હાથ પગ ધ્રુજાવી દેશે. આ ફિલ્મ આજના સમયની હોરર ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે.

પેરાનોર્મલ એક્ટિવિટી

હોરર ફિલ્મો જોવાનું પસંદ કરતા લોકો માટે આ પહેલી પસંદ હોઈ શકે છે. 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મ એક યંગ કપલની સ્ટોરી છે જે એક ઘરમાં સુપર નેચરલ એક્ટિવિટીનો અનુભવ કરે છે. આ કપલ ઘર છોડી જવાને બદલે ઘરમાં બનતી ઘટનાઓને કેમેરામાં કેદ કરવાનો નિર્ણય કરે છે અને ત્યાર પછી તેમની સાથે જે થાય છે તે જોઈને દર્શકો પણ ડરી જાય છે.

ધ શાઈનિંગ

હૉલિવુડની સૌથી ખતરનાક ફિલ્મોમાંથી આ ફિલ્મનો સમાવેશ થાય છે. 42 વર્ષ પહેલાં આ ફિલ્મ રિલીઝ થઈ છે પરંતુ ભૂતની ફિલ્મોની વાત આવે તો આ ફિલ્મને કોઈ ટક્કર મારી ન શકે. આ ફિલ્મ એક પરિવારની વાર્તા છે જે એક સૂમસામ હોટલમાં રોકાય છે. આ ફિલ્મ જોઈને તમને પણ અજાણી હોટલમાં રહેવા જતા પહેલા 100 વખત વિચાર આવશે. આ ફિલ્મની વાર્તા એટલી ડરામણી છે તમે એકલા બેસીને તેને જોઈ ન શકો.

સાઇલેન્ટ હાઉસ

2011માં આવેલી આ ફિલ્મ ભલભલા હિંમતવાળાના પણ રુવાડા ઉભા કરી દે. આ ફિલ્મમાં એક મહિલા અલૌકિક શક્તિઓ સાથે તેને થયેલા અનુભવ જણાવે છે. આ મહિલા એક ઘરમાં ફસાઈ જાય છે અને ત્યાર પછી જે થાય છે તે જોવા માટે છપ્પનની છાતી એટલે કે હિંમતની જરૂર પડે.


Share this Article