હોલીવુડ સ્ટાર અમાન્ડા સેફ્રીડે હાલમાં જ તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણે એક યુવા એકટર હોવાના કારણે તેને કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. અભિનેત્રીએ કહ્યું કે તેને 19 વર્ષની ઉંમરે ન્યૂડ સીન આપવાનો અફસોસ છે. અભિનેત્રી અમાન્ડા સેફ્રીડે એક ઈન્ટરવ્યુમાં કહ્યું – 19 વર્ષની ઉંમરે અંડરવેર વગર રહેવુ… મારી મજાક થઈ રહી છે. મેં આ કેવી રીતે થવા દીધું?” અભિનેત્રીને હવે આ વાતનો અફસોસ છે અને તેણે આમ કરવાનું કારણ પણ જણાવ્યું છે.
અમાન્ડાએ કહ્યું, “ઓહ, મને ખબર છે કેમ? હું 19 વર્ષની હતી અને હું કોઈને નારાજ કરવા માંગતી ન હતી. હું મારી નોકરી રાખવા માંગતી હતી…તેથી જ… તેની કારકિર્દી શરૂ કરવા માટે અમાન્દા સેફ્રીડે એઝ ધ વર્લ્ડ ટર્ન્સ અને ઓલ માય ચિલ્ડ્રનમાં અભિનય કર્યો. જો કે તેણીને 18 વર્ષની ઉંમરે મોટો બ્રેક મળ્યો જ્યારે તેણીએ લિન્ડસે લોહાન અને રશેલ મેકએડમ્સની સાથે મીન ગર્લ્સમાં કારેન સ્મિથની ભૂમિકા ભજવી.
તેણે એક ઇન્ટરવ્યુમાં તે ભૂમિકા ભજવ્યા પછી તેને મળેલી ખરાબ ટિપ્પણીઓ વિશે વાત કરી છે. ખાસ કરીને જ્યારે એક દ્રશ્યમાં અભિનેત્રીએ તેના સ્તનને પકડીને હવામાનની આગાહી કરી હતી. મીન ગર્લ્સના એ સીન પછી ઘણા છોકરાઓ તેની પાસે આવતા અને પૂછતા કે શું વરસાદ પડી રહ્યો છે? અભિનેત્રીએ ફિલ્મ વિકેડમાં મ્યુઝિકલ રોલ ન મળવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે જ્યારે યુવાનોને ઈન્ડસ્ટ્રીમાં રોલ ન મળે ત્યારે કેવી રીતે કચડાઈ જાય છે.
તેની માનસિકતા વિશે વાત કરતાં તેણે કહ્યું – જ્યારે કામ કરવાની વાત આવે છે, ત્યારે મને કંઈપણ કચડી શકે નહીં. જ્યાં સુધી તેને મારા પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી ત્યાં સુધી કોઈ પણ વસ્તુ મારા જીવનને બગાડી શકે નહીં. અમાન્દા હવે પરિણીત છે. વર્ષ 2017માં તેણે થોમસ સડોસ્કી સાથે લગ્ન કર્યા. તેને બે બાળકો પણ છે.